બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Politics / A target of 5 lakhs BJP will have trouble on which seats, the name is like a big vision!

Election 2024 / 5 લાખનો ટાર્ગેટ..કઈ કઈ બેઠક પર ભાજપને પડશે તકલીફ, નામ મોટા દર્શન ખોટા જેવો ઘાટ!

Dinesh

Last Updated: 11:08 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

loksabha Election 2024: ગુજરાતમાં કુલ 50 હજાર 677 મતદાન મથકો છે. જેમાંથી 33 હજાર 475 ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથકો છે. જ્યારે 17 હજાર 602 શહેરી વિસ્તારના મતદાન મથકો છે

લોકસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થયા બાદ તમામ રાજકીય પક્ષો જીતની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપનો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ છે. પરંતુ કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપને અનેક મુશ્કેલીઓ સતાવી રહી છે. ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા કહેવાય છે. પણ આ વખતે કોંગ્રેસ અને ભાજપે લોકસભા માટે કેટલાક ઉમેદવારો જાહેર કરતા જ જે જુવાળ ઊઠ્યો તેની અપેક્ષા કદાચ મોટા નેતાઓને પણ નહીં હોય. એટલે તેના પડઘા પ્રદેશ સ્તરથી લઈને દિલ્હી સુધી પડ્યા પણ ખરા. 

 

20 હજાર જેટલા મતદાન મથકો ભાજપ માટે નબળા ?
રાજીનામું, પક્ષપલટો, ચૂંટણી ન લડવાની જાહેરાત જેવા અનેક રાજકીય સ્ટંટ બાદ પણ ભાજપને આશા છે કે, તે 5 લાખથી વધુની લીડથી લોકસભાની તમામ 26 બેઠક જીતશે. એટલું જ નહીં આ ટાર્ગેટને પૂરો કરવા માટે ભાજપે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભાજપ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જીત માટે ભાજપે ખાસ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. જેમાં તમામ ઘારાસભ્યો અને વિઘાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારોના મતનું માર્જીન, ક્યા વિસ્તાર, કઇ સોસાયટી અને ક્યા મહોલ્લાના મત કોને ગયા તેનું સરવૈયુ આપવાની સૂચના આપી દેવામાં આવી છે. જેમાં ગુજરાતમાં લગભગ 20 હજાર જેટલા મતદાન મથકો ભાજપ માટે નબળા હોવાનું સામે આવ્યું છે. 

મતદારોનો મિજાજ શું હશે
ગુજરાતમાં કુલ 50 હજાર 677 મતદાન મથકો છે. જેમાંથી 33 હજાર 475 ગ્રામ્ય વિસ્તારોના મતદાન મથકો છે. જ્યારે 17 હજાર 602 શહેરી વિસ્તારના મતદાન મથકો છે. આ તમામ મતદાન મથકોમાંથી 12 હજારથી 15 હજાર મતદાન મથકો ભાજપ માટે નબળા છે. આ એવા મતદાન મથકો છે કે જ્યાં ભાજપને ફક્ત 10 હજારથી 25 હજાર સુધીની જ લીડ મળી છે. ત્યારે આવા ઓછા મતથી જીતેલા અને હારેલી બેઠક પર ભાજપ વિશેષ ધ્યાન આપી રહી છે.

ભાજપે ખાસ માઈક્રો પ્લાનિંગ કર્યું
જૂનાગઢ અને પાટણ એમ 2 લોકસભા બેઠક એવી છે જેની વિધાનસભામાં 2022માં કોંગ્રેસ અને આપને મળેલા કુલ મતોનો આંકડો ભાજપને મળેલા મત કરતાં વધી જાય છે...એટલે જૂનાગઢ અને પાટણ લોકસભા વિસ્તારમાંથી ભાજપ માટે મત ખેંચવા માટે વિશેષ રણનીતિ ઘડવી પડે એમ છે. તો સામે પક્ષે અમરેલી, પોરબંદર, દાહોદ, જામનગર અને સાબરકાંઠામાં ભાજપને મળેલા મતોનો આંકડો કોંગ્રેસ અને આપને મળેલા મતોથી નજીવો વધારે છે. એટલે આ બેઠક પર ભાજપ સામે મુશ્કેલી ઉભી થઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત માટે ભાજપે ખાસ માઈક્રો પ્લાનિંગ કર્યું છે.પક્ષ દ્વારા 25 એપ્રીલ સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 10 દિવસથી કમલમ ખાતે વિવિધ મોરચાની બેઠકો યોજી કાર્યકર્તાઓને જનજન સુધી પહોંચવાની સૂચનાઓ આપવામાં આવી છે.

વાંચવા જેવું: પંચમહાલમાં રાજપાલસિંહ કે ગુલાબસિંહ? બંને ઉમેદવારો બળિયા, પવન ભાજપ તરફ કે કોંગ્રેસ તરફી?

દાવા સામે હકીકત ?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દાવો કર્યો છે કે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર 5 લાખ મતની લીડ મેળવીશું.જોકે ડિસેમ્બર 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિપાંખીયા ચૂંટણીજંગમાં જે પરિણામો આવ્યાં એ ભાજપ માટે ઐતિહાસિક રહ્યાં હતાં. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો મેળવનારી ભાજપ માટે લોકસભામાં દરેક બેઠક પર હરીફ ઉમેદવાર કરતાં 5 લાખ વધુ મત મેળવવાનો ટાર્ગેટ શક્ય છે ખરો?. ત્યારે આ ટાર્ગેટ પાર કરવામાં ભાજપ કેટલું સફળ રહે છે તે જોવું રહ્યું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ