બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / છત્તીસગઢમાં અકસ્માત: ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત, અન્ય ઘાયલ

BIG BREAKING / છત્તીસગઢમાં અકસ્માત: ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત, અન્ય ઘાયલ

Last Updated: 08:25 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે, જેમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે.

છત્તીસગઢના બેમેટારામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. જેમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અગાઉ મૃત્યુઆંક 10 જણાવવામાં આવ્યો હતો પરંતુ નવીનતમ અપડેટ અનુસાર, અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ, બેમટારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ અકસ્માત બેમેત્રા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. રસ્તાની બાજુમાં એક મઝદા કાર ઉભી હતી, જેને લોકોથી ભરેલા પીકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પાથરા પરત ફરી રહ્યા હતા. હાલ કલેક્ટર એસપી અને એસડીએમ પ્રશાસન ઘટના સ્થળે હાજર છે.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તેજ ગતિએ જઈ રહેલી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચીસો મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 28 મુસાફરોમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા.

વધુ વાંચોઃ અમિત શાહનો એડિટેડ વીડિયો બનાવનાર સામે FIR, ભાજપની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં

એવું કહેવાય છે કે ટ્રકે ડ્રાઇવરની બાજુથી બસને ટક્કર મારી હતી. જેના કારણે ડ્રાઇવર સાઇડમાં બેઠેલા 6 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ટ્રક બરેલી નંબરની છે અને બસ ઉન્નાવથી હરદોઈ તરફ જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ