બ્રેકિંગ ન્યુઝ

logo
logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

logo

PoK ભારતનો હિસ્સો અને તેને અમે લઇને જ રહીશું: ગૃહમંત્રી અમિત શાહ

VTV / ભારત / Politics / શું આસામમાં EVM પર પોલિંગ એજન્ટે ભાજપને આપ્યો 5 વખત વોટ? વાયરલ વીડિયોએ મચાવ્યો ભારે હોબાળો

વિવાદ / શું આસામમાં EVM પર પોલિંગ એજન્ટે ભાજપને આપ્યો 5 વખત વોટ? વાયરલ વીડિયોએ મચાવ્યો ભારે હોબાળો

Last Updated: 08:32 AM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : લોકસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર માટે પોલિંગ એજન્ટે EVM પર 5 વોટ નાખ્યા? જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ જાહેર કરી

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન બાદ હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. શું આસામના કરીમગંજ લોકસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર માટે પોલિંગ એજન્ટે EVM પર 5 વોટ નાખ્યા? આવા દાવા સંબંધિત એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.

DEO ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો મતદાનની શરૂઆત પહેલા 'મોક પોલ' દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રક્રિયાના ભાગ રૂપે પોલિંગ એજન્ટોએ મોક પોલ દરમિયાન ઉમેદવારની તરફેણમાં કેટલાક મત આપવાના હોય છે. આ અંગે અન્ય પોલિંગ એજન્ટોના નિવેદનો માંગવામાં આવ્યા છે અને મતદાન અધિકારીઓને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં અપક્ષ ઉમેદવાર અબ્દુલ હમીદના પોલિંગ એજન્ટ અબ્દુલ સાહિદ જોવા મળી રહ્યા છે. તેઓ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ કૃપાનાથ મલ્લાહ માટે સતત 5 વખત EVM બટન દબાવતા જોવા મળે છે. DEO ઓફિસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર અમને વાયરલ વીડિયો અંગે ફરિયાદો મળી હતી. આ પછી મામલો જનરલ ઓબ્ઝર્વર સમક્ષ લાવવામાં આવ્યો હતો અને મતદાન ટીમને બોલાવવામાં આવી હતી. આ મામલે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, મોક પોલ દરમિયાન વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. મતદાનની શરૂઆત પહેલા પડેલા મતો કાઢી નાખવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલિંગ એજન્ટ અબ્દુલ સાહિદે પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

વધુ વાંચો : છત્તીસગઢમાં અકસ્માત: ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત, અન્ય ઘાયલ

આસામમાં બીજા તબક્કામાં 81.17 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આસામની 5 સીટો પર 81.17 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, શુક્રવારે સૌથી વધુ 84.97 ટકા મતદાન નાગાંવ લોકસભા મતવિસ્તારમાં થયું હતું. આ પછી દરંગ-ઉદલગુરીમાં 82.01 ટકા, કરીમગંજમાં 80.48 ટકા, સિલચર (અનુસૂચિત જાતિ)માં 79.05 ટકા અને દીપુમાં 75.74 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીના આ તબક્કામાં 61 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 19 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યની કાઝીરંગા, જોરહાટ, ડિબ્રુગઢ, સોનિતપુર અને લખીમપુર લોકસભા બેઠકો પર 78.25 ટકા મતદાન નોંધાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ