બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Against BJP candidate Rajpal Singh Jadav on Panchmahal seat Confrontation with Gulab Singh Chauhan of Congress

Election 2024 / પંચમહાલમાં રાજપાલસિંહ કે ગુલાબસિંહ? બંને ઉમેદવારો બળિયા, પવન ભાજપ તરફ કે કોંગ્રેસ તરફી?

Dinesh

Last Updated: 07:44 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal Lok Sabha seat: પંચમહાલ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે, તેઓ 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં

એક તરફ દેશમાં હોળીનો રંગ છે તો બીજી તરફ ચૂંટણી પ્રચારનો તંજ છે. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારને લઈ કામે લાગી ગયા છે.  જે બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા છે ત્યાં પૂરજોરમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે વાત કરીએ પંચમહાલ લોકસભા બેઠકની તો જ્યાં ભાજપ રાજપાલસિંહ જાદવને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે. ચાલો બેઠક વિશે વિશેષ જાણી...

ભાજપ ઉમેદવાર- રાજપાલસિંહ જાદવ
કોંગ્રેસ ઉમેદવાર- ગુલાબસિંહ ચૌહાણ

કોણ છે રાજપાલસિંહ જાદવ?
વર્ષ 2000થી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ગ્રામપંચાયત, જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા છે. કાલોલ તાલુકા યુવા મોરચાના પ્રમુખ તરીકે રહ્યા છે. 2021માં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતાં.

 

કોણ છે ગુલાબસિંહ ચૌહાણ?
લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય છે. ગુલાબસિંહ ચૌહાણના પિતા વાહનવ્યવહાર મંત્રી રહી ચુક્યા છે. અઢી દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદ ઉપર રહ્યા. 

પંચમહાલ બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન પછી બેઠક અસ્તિત્વમાં આવી છે. 2009થી આ બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. બે ટર્મ સુધી પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ હતા. 2019માં ભાજપના રતનસિંહ રાઠોડની જીત થઈ હતી. ખેડા, મહીસાગર અને પંચમહાલ વિધાનસભાની બેઠકોનો સમાવેશ થાય છે. 

2019નું પરિણામ
ભાજપ    રતનસિંહ રાઠોડ
પરિણામ    જીત

કોંગ્રેસ    વેચાટભાઈ ખાંટ

પંચમહાલમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
ઠાસરા
બાલાસિનોર
લુણાવાડા
શહેરા
મોરવાહડફ
ગોધરા
કાલોલ

પંચમહાલના જ્ઞાતિ સમીકરણ
પંચમહાલમાં OBC મતદાર સૌથી વધુ છે. પંચમહાલ લોકસભામાં 51% જેટલા OBC મતદાર છે.  જેમાં SC-ST મતદારોની સંખ્યા 21% જેટલી તેમજ સવર્ણ સમાજના 22% જેટલા મત છે. મુસ્લિમ સમુદાયના લગભગ 8% મત છે

વાંચવા જેવું:  દુનિયાના અન્ય દેશની સરખામણી કેમ અલગ છે લોકસભા ચૂંટણી 2024, ગ્રાફિક્સથી જુઓ લોકશાહીની ભવ્યતા

પંચમહાલ લોકસભા બેઠકના મુદ્દા
સિંચાઈનું પાણી મળવામાં અનિયમિતતા છે. કરાડ નદીમાં સતત ઠલવાતું કેમિકલવાળુ પાણી પણ મહત્વનો મુદ્દો છે. ઔદ્યોગિક એકમ મૃત:પ્રાય અવસ્થામાં છે. નજીકના વિસ્તારમાં સારી શૈક્ષણિક સંસ્થા નથી. ગ્રામ્ય વિસ્તારમાં પરિવહન સુવિધા અપૂરતી છે. જળાશયોની સંગ્રહક્ષમતા ઓછી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ