બ્રેકિંગ ન્યુઝ

logo
logo

'આશા છે કે પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવા PM મળે': પાકિસ્તાની મૂળના અમેરિકન બિઝનેસમેન

logo

ગાંધીનગરમાં લગ્નની લાંલચે લૂંટાયા 3 યુવકો

logo

મુંબઇમાં આજે PM મોદીનો મેગા રોડ શો

logo

રાજસ્થાનના ઝૂંઝૂનુની HCL ખાણમાં બન્યો મોટો બનાવ

logo

રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર: ગુજરાત હાઇકોર્ટ

logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

VTV / ગુજરાત / વડોદરા / સપ્તપદીના વચનની સાથે સાથે વર-વધુએ લીધો ચૂંટણીને લગતો સંકલ્પ

અનોખા લગ્ન / સપ્તપદીના વચનની સાથે સાથે વર-વધુએ લીધો ચૂંટણીને લગતો સંકલ્પ

Last Updated: 12:28 PM, 29 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News : લગ્ન સ્થળે મતદાન મહાદાન, પહેલા મતદાન પછી જળપાનના જાગૃતિના બેનર્સ લગાવ્યાં, સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવાયા

Vadodara News : વડોદરામાં એક અનોખા સમૂહલગ્ન યોજાયા છે. લગ્નની મોસમ વચ્ચે સંસ્કારી નગરી વડોદરામાં યોજાયેલ સમૂહલગ્નમાં નવયુગલોની સાથે સાથે જાનૈયાઓએ લીધેલ શપથ ખરેખર સરાહનીય છે. વાત જાણે એમ છે કે, અહીં સમૂહ લગ્નમાં લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે શપથ લેવડાવ્યાં હતા. 31 નવયુગલો અને હજારો જાનૈયાઓએ એકસાથે મતદાન કરવાના અને મતદાન કરાવવાના શપથ લીધા તો લગ્નની ચોરીમાં જ નવદંપતિએ પણ શપથ લીધા હતા.

વધુ વાંચો : 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'

વડોદરામાં ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સમૂહલગ્નનુંમાં નવયુગલ સાથે જાનૈયાને મતદાન કરવાના શપથ લેવડાવાયા હતા. આ સાથે પ્રભુતામાં પગલાં પાડનારા 31 જેટલા નવયુગલ અને જાનૈયાઓને એકસાથે મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. અનોખી વાત એ છે કે લગ્નની ચોરીમાં જ નવદંપતિ દ્વારા મતદાનના શપથ લેવામાં આવ્યા. આ સાથે લગ્નસ્થળે મતદાન મહાદાન, પહેલા મતદાન પછી જલપાન જેવા પોસ્ટર લગાવાયા હતા. નવાઈની વાત એ છે કે, સાતમો ફેરો કન્યાઓ વડના વૃક્ષ સાથે ફરી હતી. સમૂહલગ્નના આયોજકો દ્વારા નવદંપતિને વડનો છોડ આપવામાં આવ્યો હતો. વટ સાવિત્રીનું વ્રત કરતી કન્યાઓને વડના વૃક્ષનું જતન કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવા અને પર્યાવરણનુ જતન કરવા પ્રેરણા પણ આપવામાં આવી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ