ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / iPhone 17 Pro Max માં થશે 5 મોટા ફેરફાર, જાણો 16 Proથી કઇ રીતે અલગ પડશે
Last Updated: 01:02 PM, 29 August 2025
ADVERTISEMENT
એપલ કંપની આગામી 9 સપ્ટેમ્બરે મેગા ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહી છે. આ ઇવેન્ટમાં ટેક જાયન્ટ નેક્સ્ટ GEN iPhones લોન્ચ થઈ શકે છે, જેમાં આ વખતે iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને નવા iPhone 17 Airનો સમાવેશ થઈ શકે છે, જે પ્લસ મોડેલની જગ્યા લેશે.
ADVERTISEMENT
જોકે એપલે હજુ સુધી આ વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ રિપોર્ટ અનુસાર, આ વખતે આગામી iPhone 17 સીરીઝમાં ડિઝાઇનથી લઈને હાર્ડવેર સુધી ઘણા મોટા ફેરફારો થશે. આ વખતે બધાની નજર iPhone 17 Pro Max પર છે, જેમાં સૌથી મોટા ફેરફારો થઈ શકે છે. ચાલો જાણીએ તેના વિશે.
ADVERTISEMENT
આ વખતે iPhone 17 Pro Maxમાં સૌથી મોટો ફેરફાર તેની ડિઝાઇનમાં થશે. જ્યાં કંપની આ વખતે કેમેરા આઇલેન્ડને મોટો બનાવવા જઈ રહી છે. ટેક જાયન્ટ આખરે વર્ટિકલી સ્ટેક્ડ ટ્રિપલ-કેમેરા લેઆઉટ બદલી શકે છે. ડિવાઇસમાં એક નવો લંબચોરસ કેમેરા આઇલેન્ડ હોઈ શકે છે જે ગૂગલ પિક્સેલ ડિવાઇસ જેવો દેખાઈ શકે છે પરંતુ એવું લાગી રહ્યું છે કે કેમેરા પ્લેસમેન્ટ બદલાશે નહીં.
ADVERTISEMENT
iPhone 17 Pro Maxમાં તેના પાછલા મોડેલની તુલનામાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતા નથી પરંતુ આ વખતે ડાયનેમિક આઇલેન્ડ કટઆઉટ વધારે પાતળું હોઈ શકે છે અને સેમસંગનું M14 OLED પેનલ મળી શકે છે. ફોનની પીક બ્રાઇટનેસ પણ 2000 nits થી વધારી 3000 nits સુધી કરી શકાય છે.
ADVERTISEMENT
iPhone 17 Pro Maxને 48MP પેરિસ્કોપ કેમેરા સાથે અપગ્રેડ કરી શકાય છે, જે iPhone 16 Pro Maxના વર્તમાન 12MP સેન્સર કરતા વધુ સારું હશે. મતલબ કે, હવે નવા મોડેલમાં દરેક કેમેરા 48MP હશે. જ્યારે સેલ્ફી લવર માટે આ વખતે 24MP સેલ્ફી કેમેરા મળી શકે છે જે પાછલા 12MP કેમેરાને રિપ્લેસ કરશે. iPhone 17 Pro Maxને 8K વીડિયો રેકોર્ડિંગ માટે પણ સપોર્ટ મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વખતે Apple તેના iPhone 17 Pro Maxમાં બેટરી પણ અપગ્રેડ કરવા જઈ રહ્યું છે જ્યાં તમને આ વખતે 5000 mAh બેટરી મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT