બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તાત્કાલિક ધોરણે તમારો Gmail પાસવર્ડ ચેન્જ કરી નાખજો! Googleની વૉર્નિંગ આવી છે
Last Updated: 11:38 AM, 29 August 2025
ગૂગલે વિશ્વભરના તેના 2.5 અબજ Gmail યુઝર્સ માટે એક મોટું સેફ્ટી એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ તાજેતરના Salesforce ડેટાબેઝ હેકિંગ અને અનેક ફિશિંગ હુમલાઓ પછી આવ્યું છે, જેમાં લાખો એકાઉન્ટ્સ સંભવિત રીતે જોખમમાં હતા. સાયબર સુરક્ષા એક્સપર્ટ માને છે કે આ તાજેતરના વર્ષોમાં જારી કરાયેલ સૌથી મોટી એલર્ટમાનું એક છે.
ADVERTISEMENT
હેકર્સે યુઝર્સને લક્ષ્ય બનાવવા માટે બે મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. જેમાં ફિશિંગ ઇમેઇલ્સ અને Salesforce ડેટાબેઝ બ્રીચનો સમાવેશ થાય છે. ચાલો આ બે રીત વિશે જાણીએ.
ADVERTISEMENT
હેકર્સે નકલી ઇમેઇલ્સ મોકલ્યા જે અસલી જેવા દેખાતા હતા અને તેમાં લિંક્સ હતી જે યુઝર્સને નકલી લોગિન પેજ પર લઈ જતા હતા. ઘણા યૂઝર્સે ભૂલથી તેમના Gmail ક્રેડેંશિયલ્સ અને 2FA કોડ દાખલ કર્યા હતા, જેનાથી હેકર્સને એકાઉન્ટ પર સંપૂર્ણ કંટ્રોલ મળી ગયુ હતું.
ADVERTISEMENT
ગુગલે કન્ફર્મ કર્યુ છે કે Salesforce ડેટાબેઝ બ્રીચ થયુ છે. આ હુમલા પાછળ ShinyHunters નામનું ગૃપ હોવાનું કહેવાય છે, જેને અગાઉ AT&T અને માઇક્રોસોફ્ટ જેવા મોટા ગૃપને હેક કર્યા હતા. એક્સપર્ટ અનુસાર, આ ગૃપ ચોરાયેલ ડેટા લીક કરી શકે છે અથવા તેનો ઉપયોગ બ્લેકમેલ માટે કરી શકે છે.
ADVERTISEMENT
ગૂગલે Gmail યુઝર્સને તાત્કાલિક કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની સલાહ આપી છે. જેમાં સૌ પ્રથમ તમારો પાસવર્ડ અપડેટ કરો, એક મજબૂત અને યુનિક પાસવર્ડ બનાવો જેનો ઉપયોગ અન્ય કોઈપણ પ્લેટફોર્મ પર ન થાય. આ સિવાય ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન એક્ટિવ કરો જેથી પાસવર્ડ લીક થયા બાદ પણ એકાઉન્ટ સુરક્ષિત રહે. અજાણ્યા ઇમેઇલ્સ અથવા શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. આ સાથે એકાઉન્ટ એક્ટિવિટી પણ તપાસો. તમે Gmailના લોગિન હિસ્ટ્રીમાં અજાણી ડિવાઈસ અથવા લોકેશનમાંથી લોગિન ચકાસી શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણા લોકો માને છે કે તેમનું ઇમેઇલ એકાઉન્ટ મહત્વનું નથી, પરંતુ લોકોની આ સૌથી મોટી ભૂલ હોય છે. Gmailમાં ફક્ત પર્સનલ ડેટા જ નહીં પરંતુ બેંકિંગ ડિટૈલ, કાર્ય સંબંધિત ડોક્યુમેન્ટ અને કોન્ટેક્ટ જેવી માહિતી પણ હોય છે. આ સ્થિતિમાં જો એકાઉન્ટ હેક થાય તો ડેટા ચોરી થઈ શકે છે. તમારા નામે નકલી ઇમેઇલ્સ મોકલી શકાય છે અને આઈડેંટિટી થેપ્ટનું જોખમ પણ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.