ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઘરે બેઠાં Facebook તમને માલામાલ કરી દેશે! એ કઇ રીતે, જાણો ટિપ્સ
Last Updated: 11:40 AM, 27 August 2025
ADVERTISEMENT
ફેસબુક હવે પોસ્ટ કરવા માટેનું પ્લેટફોર્મ નથી રહ્યુ પરંતુ તે આવકનો એક મોટો સ્ત્રોત પણ બની ગયો છે. જો તમને લાગતું હોય કે ફેસબુક પર માત્ર મોટા ક્રિએટર્સ અથવા સેલિબ્રિટીઓ જ પૈસા કમાઈ શકે છે, તો તમે ખોટા છો. યોગ્ય રણનીતિ અને થોડી મહેનતથી તમે પણ ઘરે બેઠા ફેસબુકથી મોટી કમાણી કરી શકો છો. ચાલો જાણીએ ફેસબુકથી પૈસા કમાવવાની સરળ રીત વિશે.
ADVERTISEMENT
સૌ પ્રથમ તમારે એ સમજવું પડશે કે ફેસબુક હવે ફક્ત એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી રહ્યું પરંતુ ડિજિટલ માર્કેટપ્લેસ અને કન્ટેન્ટ ક્રિએશન હબ બની ગયું છે. અહીં દરેક યુઝર્સને તેમની રુચિ અને પ્રતિભા અનુસાર કમાણી કરવાની અનેક તકો મળે છે. જો તમારી પાસે વીડિયોઝ બનાવવા, મોટિવેશનલ કન્ટેન્ટ, ટેક રિવ્યૂ, કૂકિંગ, મુસાફરી અથવા ફની વીડિયોઝ જેવી કોઈ ખાસ પ્રતિભા છે, તો તમે તેને ફેસબુક પેજ પર શેર કરી શકો છો. પેજ પર સતત સારુ કન્ટેન્ટ પોસ્ટ કરીને અને ફોલોઅર્સ વધારીને, તમે ફેસબુક પાર્ટનર પ્રોગ્રામનો ભાગ બની શકો છો. આ પ્રોગ્રામ દ્વારા તમને વીડિયો પર જાહેરાતોમાંથી આવક મળે છે.
આજકાલ ફેસબુકે રીલ્સ પર ભાર મૂક્યો છે. શોર્ટ અને આકર્ષક વીડિયોઝ બનાવીને તમે લાખો લોકો સુધી પહોંચી શકો છો. ફેસબુક રીલ્સ મોનેટાઇઝેશન પ્રોગ્રામ હેઠળ, ક્રિએટર્સને તેમના વીડિયો પરના વ્યૂઝ અને જાહેરાતો અનુસાર પેમેન્ટ કરવામાં આવે છે. જો તમારા કન્ટેન્ટમાં સર્જનાત્મકતા અને યુનિક આઈડિયા હોય તો તમે રીલ્સ દ્વારા સારી આવક મેળવી શકો છો.
ADVERTISEMENT
ફેસબુક પર કમાણી કરવાનો બીજો સરળ રસ્તો એફિલિએટ માર્કેટિંગ છે. જેમાં તમારે કોઈ કંપની અથવા ઈ-કોમર્સ સાઇટના ઉત્પાદનની લિંક શેર કરવી પડશે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી લિંક પરથી તે ઉત્પાદન ખરીદે છે, ત્યારે તમને કમિશન મળે છે. આ પદ્ધતિ તે લોકો માટે બેસ્ટ છે જેઓ માર્કેટિંગ અને પ્રમોશનમાં સારુ પર્ફોમ કરી શકે છે.
જો તમારી પાસે હેંડમેડ વસ્તુઓ, કપડાં, ગિફ્ટ આઈટમ અથવા કોઈપણ જૂની વસ્તુ જેવી કોઈ પ્રોડક્ટ છે જે તમે વેચવા માંગો છો તો ફેસબુક માર્કેટપ્લેસ તમારા માટે યોગ્ય પ્લેટફોર્મ છે. અહીં તમે તમારા પ્રોડક્ટનુ લિસ્ટ બનાવીને હજારો સંભવિત ગ્રાહકો સુધી પહોંચી શકો છો અને તેમને સીધા વેચી શકો છો.
ADVERTISEMENT
જેમ જેમ તમારા પેજ અથવા પ્રોફાઇલ પર ફોલોઅર્સ વધે છે, બ્રાન્ડ્સ તમારી સાથે જોડાવાનું શરૂ કરે છે. કંપનીઓ ઇચ્છે છે કે તમે તેમની પ્રોડક્ટ અથવા સેવાનો પ્રચાર કરો. બદલામાં તમને સારી ફી મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ફેસબુકથી પૈસા કમાવવાનું હવે કઠીન નથી રહ્યું. ભલે તમે કન્ટેન્ટ ક્રિએટર્સ હો, માર્કેટિંગ એક્સપર્ટ હોવ, કે નાના વ્યવસાય માલિક - દરેક માટે કમાણીની તકો છે. તમારે ફક્ત યોગ્ય દિશામાં મહેનત કરવાની અને તમારી ઓડિયન્સને જોડી રાખવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ