બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જૂનો મોબાઇલ વેચીને નવો iPhone લેવા જઇ રહ્યાં છો? તો આટલું ધ્યાનમાં રાખજો

ટેક્નોલોજી / જૂનો મોબાઇલ વેચીને નવો iPhone લેવા જઇ રહ્યાં છો? તો આટલું ધ્યાનમાં રાખજો

Priyankka Triveddi

Last Updated: 08:21 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

iPhone 17 Series લોન્ચ થવામાં હજુ લગભગ 2 અઠવાડિયાની વાર છે. જો તમે પણ આ નવી સિરીઝ આવ્યા પછી તેમાં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો તો અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

iPhone 17 Series: Apple 9 સપ્ટેમ્બરના રોજ iPhone 17 Series લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ સિરીઝ લોન્ચ થતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો તેમના આઈફોનને અપગ્રેડ કરશે. દર વર્ષે નવી સિરીઝ આવવા પર આઈફોન અપગ્રેડ કરવું એ નવો ટ્રેન્ડ બની ગયો છે. આ એક મજેદાર અનુભવ હોય છે. પરંતુ થોડી પણ બેદરકારી કામ બગડી શકે છે. હકીકતમાં ઘણા લોકો ઉતાવળમાં ડેટા ક્લિયર કે પ્રોટેક્ટ કર્યા વગર જ તેમનો જુનો આઈફોન વેચી દે છે. પરંતુ આમ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે. આજે અમે આપણે જણાવીશું કે જુનો આઈફોન વેચતા પહેલા શું શું કામ કરવા જોઈએ.

iphone17-pro

ડેટા બેકઅપ

જો તમે જુનો આઈફોન વેચી રહ્યા છો કે ટ્રેડ કરી રહ્યા છો તો સૌથી પહેલા ડેટા બેકઅપ લઈ લૉ. icloud કે પર્સનલ લેપટોપ કે કોમ્પુટરમાં આ ડેટાનો પહેલા બેકઅપ લઈ લૉ. આનાથી એ ફાયદો થશે કે તમે નવા ડિવાઇસમાં જુનો ડેટા પૂરેપૂરો ટ્રાન્સફર કરી શકશો.

એકાઉન્ટ્સ અને પાસવર્ડનું ધ્યાન રાખો

જુનો આઈફોન વેચતા પહેલા તમારા Apple ID ના સેટિંગ્સમાં જાવ અને પક્કું કરો કે તેમાં Two Factor Authentication enable છે. અંહિયા તમારા save કરેલા તમામ પાસવોર્ડને iCloud Keychainમાં વેરીફાય કરી લૉ. સાથે જ મેસેંજર અને ફેસટાઈમ જેવી apps ને પણ લૉગ આઉટ કરી લૉ જેથી નવા ડિવાઇસમાં તમે કોઇ પણ રકલીફ વગર તેને ફરીથી એક્ટિવ કરી શકો.

એક્સેસરીઝને unpair કરો

જો તમે આઈફોન સાથે એપલ વોચ કે એરપૉડસ જેવી એક્સેસરીઝ પણ યુઝ કરતાં હોવ તો તેને unpair કરી દો. આનાથી તમારી એક્સેસરીઝનો ડેટા ઓટોમેટિક બેકઅપ લઈ લેશે અને નવા ડિવાઇસ સાથે pair કરવામાં કોઈ પ્રોબ્લેમ નહિ આવે.

વધુ વાંચો: શરીરમાં પ્રોટીનની ઊણપ થઇ ગઇ છે? તો રોજ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ, થશે ફાયદો

Vtv App Promotion

બેકઅપ પછી ડેટા ડિલીટ કરો

જો તમે આઈફોન વેચી રહ્યા છો કે ટ્રેડ કરી રહ્યા છો તો બેકઅપ લીધા પછી ડેટાને સંપૂર્ણ રીતે ડિલીટ કરી દો. જેથી કરીને તમારા ફોટોસ, મેસેજ અને બીજી અન્ય કોઈ વસ્તુ લોકોના હાથમાં આવે નહીં. પ્રાયવાસી માટે આ કરવું ખૂબ જરૂરી છે. જો કોઈ પર્સનલ જાણકારી બીજા લોકોના હાથમાં લાગી જાય તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tips And Tricks Apple Tech News iPhone 17 Series
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ