બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં પ્રોટીનની ઊણપ થઇ ગઇ છે? તો રોજ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ, થશે ફાયદો
Last Updated: 08:08 AM, 27 August 2025
પ્રોટીન શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદરૂપ બને છે. તેથી તમારા દૈનિક આહારમાં આ કેટલીક પ્રોટીન રીચ હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. આ બધા જ ખોરાકમાં હાઇ પ્રોટીન તથા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્નાયુઓની વૃદ્ધિ સાથે શરીરના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે.
ADVERTISEMENT
પ્રોટીન શરીરના વિકાસ,સ્નાયુઓ, હોર્મોનલ બેલેન્સ તથા રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે એક અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે માત્ર પેશીઓને જ પોષણ નથી આપતું, પરંતુ તે શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખવામાં પણ મદદરૂપ છે.

ADVERTISEMENT
એક વ્યક્તિએ રોજ કેટલું પ્રોટીન લેવું જોઈએ?
સામાન્ય રીતે, એક પુખ્ત વયની વ્યક્તિને દૈનિક તેના વજનના પ્રતિ કિલોગ્રામ 0.8 થી 1 ગ્રામ જેટલું પ્રોટીન જરૂરી હોય છે. પરંતુ ઘણી વાર અનહેલ્ધી લાફસ્ટાઇલ કે પૂરતી જાણકારી ન હોવાને કારણે જરૂરી માત્રામાં પ્રોટીન મળી શકતું નથી. ચાલો જાણીએ કેટલાક એવા હેલ્ધી ફૂડ જે તમને દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરશે.
ADVERTISEMENT
પ્રોટીનથી ભરપૂર ખોરાક:
ADVERTISEMENT
મગ, તુવર, મસૂર અને ચણા જેવી દાળ પ્રોટીનનો સસ્તો અને અસરકારક સ્ત્રોત છે. રોજ એક વાટકી દાળથી આશરે 15 ગ્રામ પ્રોટીન મળે છે. આ સિવાય ચણા, રાજમા, ચોળા અને શીંગદાણા પણ ફાઇબર અને આયર્નની સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે.
ADVERTISEMENT
દૂધ, દહીં, પનીર અને છાસ જેવા ડેરી પ્રોડક્ટ્સ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. 100 ગ્રામ પનીરમાં આશરે 18 ગ્રામ પ્રોટીન હોય છે. દહીંમાં પ્રોબાયોટિક્સ પણ હોય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ઈંડાને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે તેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે. એક મોટું બાફેલું ઈંડું આશરે 6 ગ્રામ પ્રોટીન આપે છે. રોજના નાસ્તામાં એક ઈંડાનું સેવન કરવાથી મસલ્સ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

બદામ, અખરોટ, પિસ્તા અને કોળાના બીજ પ્રોટીન ઉપરાંત હેલ્ધી ફેટ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. એક મુઠ્ઠી બદામમાં આશરે 6 ગ્રામ પ્રોટીન હોય છે. તે નાસ્તામાં ખાઈ શકાય છે અને દૈનિક આહારમાં પોષણનો શ્રેષ્ઠ સ્ત્રોત બની શકે છે.
ચિકન અને માછલી ખાસ કરીને સૅલ્મન અને ટ્યુના ઉત્તમ ગુણવત્તાવાળું પ્રોટીન પૂરું પાડે છે. 100 ગ્રામ ચિકનમાંથી આશરે 25 ગ્રામ અને માછલીમાંથી આશરે 22 ગ્રામ પ્રોટીન મળે છે. તે સ્નાયુઓને મજબૂત બનાવે છે.
શાકાહારી લોકો માટે સોયાબીન અને ટોફૂ પ્રોટીનના શ્રેષ્ઠ સ્ત્રોત છે. 100 ગ્રામ ટોફૂમાં આશરે 8 થી 10 ગ્રામ પ્રોટીન મળે છે. તે પ્રોટીનની જરૂરિયાત તો પૂરી કરે છે, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ એટલા જ ફાયદાકારક છે.
ઓટ્સ અને ક્વિનોઆ જેવા અનાજ પ્રોટીન તથા ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. 100 ગ્રામ ઓટ્સમાં આશરે 11 ગ્રામ પ્રોટીન હોય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે તથા શરીરમાં એનર્જી વધારવામાં મદદ કરે છે.
વધુ વાંચો: સવાર કે રાત, દૂધ પીવાનો સાચો સમય કયો? જાણો એક વખતમાં કેટલું દૂધ પીવું ફાયદાકારક
જો તમે પણ પ્રોટીનની ઊણપથી છુટકારો મેળવવા માંગો છો તો આજે જ તમારા ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી પ્રોટીન રીચ ફૂડ્સ.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.