ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયામાં થઈ ધૂરંધર ખેલાડીની વાપસી, 3 નંબર પર રમશે, સૂર્યકુમાર યાદવે કહ્યું

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં થઈ ધૂરંધર ખેલાડીની વાપસી, 3 નંબર પર રમશે, સૂર્યકુમાર યાદવે કહ્યું

Published By: Nirav Kumar

Last Updated: 12:23 AM, 21 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી 5 મેચની T20I સિરીઝની પહેલી મેચમાં ત્રીજા નંબરે તિલક વર્માની જગ્યાએ કોને મોકો મળશે તે અંગે કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટતા કરી છે.

ADVERTISEMENT

21 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી 5 મેચની T20I સિરીઝની પહેલી મેચમાં ઈશાન કિશન વન ડાઉન એટલે કે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. જેમાં સૂર્યાએ જણાવ્યું હતું કે, શ્રેયસ ઐયરના પહેલા ઈશાન કિશનને મોકો મળશે કેમ કે તે ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો છે અને ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, તે ઇન્જર્ડ તિલક વર્માની જગ્યા લે.


T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. જેનું  ભારત અને શ્રીલંકા તેનું આયોજન કરશે. તિલક વર્મા પણ ડાબોડી છે અને તે ત્રીજા નંબર પર રમે છે. તાજેતરમાં જ તેને પેટની સર્જરી કરાવી હતી અને તે પ્રથમ ત્રણ મેચ માટે બહાર થઇ ગયો છે. આથી શ્રેયસ ઐયરને ટીમમાં પાછા ફરવાનો મોકો આપવામાં આવશે. પરંતુ  કેપ્ટન સૂર્યકુમાર યાદવે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ઐયરને નંબર 5 સ્થાન માટે વિચારવામાં આવી રહ્યો છે.

આ અંગે સૂર્યકુમાર કહ્યું કે, "ઈશાન ત્રીજા નંબર પર બેટિંગ કરશે કેમ કે તે અમારી T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ છે અને અગાઉ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. તેથી તેને મોકો આપવાની જવાબદારી અમારી છે. તે છેલ્લા દોઢ વર્ષથી ભારત માટે રમ્યો નથી. આ દરમિયાન તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારું પરફોર્મ કર્યું છે. ઈશાનનું સિલેકશન વર્લ્ડ ટી20 માટે થઈ હોવાથી તે શ્રેયસથી આગળ રમવાનો હકદાર છે. જો નંબર 4 કે 5નો પ્રશ્ન હોત તો પ્રશ્ન અલગ હોત. કમનસીબે તિલક નથી તેથી ઈશાન બેસ્ટ ઓપ્શન છે".

vtv app promotion

સુર્યાએ કહ્યું કે, "મેં ભારત માટે બંને પોઝીશન પર બેટિંગ કરી છે. મારા આંકડા નંબર 4 પર થોડા સારા છે જોકે  નંબર 3 પર પણ સારા છે. પરંતુ અમે તેમાં ફલેકસીબીલીટી જાળવી રાખીએ છીએ. અમે જોઈશું કે, જરૂર પડશે કે રાઈટ હેન્ડર મોકલવાનો છે તો હું આવીશ."

વધુ વાંચો : રોહિત અને કોહલી બન્ને માટે માઠા સમાચાર, BCCI આ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

સૂર્યકુમારનું ફોર્મ 2025 માં ખુબ ખરાબ રહ્યું છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ 113 અને એવરેજ 15 થી પણ ઓછી રહી છે પરંતુ તે તેની બેટિંગમાં કોઈ ફેરફાર કરવા માંગતો નથી. આ અંગે તેને કહ્યું કે, "હું રન બનાવી શક્યો નથી. પરંતુ હું મારી ઓળખ બદલી શકતો નથી. મેં છેલ્લા ત્રણ કે ચાર વર્ષમાં જે કર્યું છે તેજ કરતો રહો જેનાથી મને ખુબ સફળતા મળી છે. જો પર્ફોમન્સ સારું આવે તો ઠીક છે ન આવે તો હું મેહ્ન્લ કરીશ. હું નેટમાં હંમેશાની જેમ બેટિંગ કરી રહ્યો છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tilak Verma Suryakumar Yadav Ishan Kishan

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ