બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત અને કોહલી બન્ને માટે માઠા સમાચાર, BCCI આ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
Last Updated: 07:37 PM, 20 January 2026
BCCI તરફથી ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને ઝટકો લાગી શકે છે. જેમાં વિરાટ અને રોહિત બંનેને તેમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ડિમોટ કરવામાં આવે તેવી શક્યતા છે. તેની પાછળનું કારણ એ છે કે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી દૂર કરી શકે છે અને માત્ર A, B અને C કેટેગરી જાળવી રાખી શકે છે.
ADVERTISEMENT
જો આવું થાય તો વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા, જેઓ અગાઉ A+ કેટેગરીનો હિસ્સો હતા તેમને પણ ડિમોટ કરવામાં આવશે. BCCI ઓક્ટોબર 2025 થી સપ્ટેમ્બર 2026 ના સમયગાળા માટે રિટેનરશીપની જાહેરાત કરવાનું છે.
મીડિયા રીપોર્ટ મુજબ BCCI એક સુધારેલી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમ રજૂ કરી રહ્યું છે. જેમાં ગ્રેડ A+ કેટેગરી બંધ કરવામાં આવશે. BCCI સૂત્રો મુજબ જો બોર્ડ નવા મોડેલને મંજૂરી આપે તો ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ B માં મૂકવામાં આવે તેવી સંભાવના છે. તેઓ અગાઉ A+ કેટેગરીમાં હતા. રવિન્દ્ર જાડેજાનું પણ એ જ થશે. પરંતુ જસપ્રીત બુમરાહને કેટેગરી A માં ખસેડવામાં આવી શકે છે.
ADVERTISEMENT

અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેકશન સમિતિએ કેન્દ્રીય કરાર માળખામાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ A+ કેટેગરી (7 કરોડ રૂપિયા) દૂર કરવાની અને માત્ર ત્રણ કેટેગરી : A, B અને C જાળવી રાખવાની ભલામણ કરી છે. માત્ર ત્રણ કેટેગરી સાથે, પગાર માળખું પણ બદલાશે. અગાઉ, A+ કેટેગરીને વાર્ષિક 7 કરોડ રૂપિયા ત્યાર બાદ 5 કરોડ રૂપિયા, 3 કરોડ રૂપિયા અને C ને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળતા હતા. જો આ મોડલને મંજૂરી મળી જશે તો રોહિત અને વિરાટને કેટેગરી Bમાં મૂકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એપ્રિલ 2025માં જાહેર કરાયેલા 2024-25 માટેના કેન્દ્રીય કરારની લીસ્ટમાં રોહિત, વિરાટ, જાડેજા અને બુમરાહ A+ કેટેગરીમાં છે. જ્યારે મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંતને A ગ્રેડમાં સામેલ કરવામાં આવ્યા હતા. સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, અને શ્રેયસ ઐયર ગ્રેડ B નો ભાગ હતોઅને ગ્રેડ Cમાં રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર, ઇશાન કિશન, અભિષેક શર્મા, આકાશ દીપ, વરુણ ચક્રવતી અને હર્ષિત રાણાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.