બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The unique service of ``Mama's House'' Hostel in Palanpur

સેવાયજ્ઞ / સપના સાકર કરવા પાલનપુરમાં ચાલે છે `મામાનું ઘર' હોસ્ટેલની અનોખી સેવા, પ્રેરણાદાયક કાર્ય

Dinesh Chaudhary

Last Updated: 12:04 AM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પાલનપુરમાં ચાલતી `મામાનું ઘર" નામની હોસ્ટેલ આજે અનેક ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરવાની નિશુલ્ક સુવિધા આપી રહી છે.

  • પાલનપુરમાં `મામાનું ઘર" હોસ્ટેલનું અનોખું સેવાયજ્ઞ
  • પ્રયિંકા ચૌહાણ નામની યુવતીના પ્રેરણાદાયક કાર્યો
  • નિશુલ્ક સરકારી પરીક્ષાની તૈયારીઓ કરાવે છે


ગુજરાતીમાં એક જોડકણું હતું કે મામાનું ઘર કેટલે, જેનો જવાબ હતો દીવો બળે એટલે. પરંતુ આજે જો હાલ બનાસકાંઠામાં કોઈ પૂછે કે મામાનું ઘર કેટલે? તો તરત તમે બોલી ઉઠશો કે સેવાનો દીપ ઝળહળે એટલે કેમ કે, બનાસકાંઠાના પાલનપુરમાં ચાલતી `મામાનું ઘર" નામની હોસ્ટેલ આજે અનેક ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરવાની સુવિધા આપી રહી છે. 

પાલનપુરમાં `મામાનું ઘર" હોસ્ટેલનું અનોખું સેવાયજ્ઞ
ક્લાસની બેન્ચિંસ પર એક સરખા પોશાકમાં બેસીને અભ્યાસમાંમાં મશગૂલ કરી રહેલી યુવતીઓને જોઈને તમને એવું લાગશે કે આ કોઈ મોંઘાદાટ કોચિંગ ક્લાસમાં હશે અથવા તો મોંઘી ફીસ વાળી હોસ્ટેલમાં હશે. પરંતુ ના આ કોઈ મોંઘી ફીસ વાળા કોચિંગ ક્લાસ નથી કે નથી મોંઘી હોસ્ટેલ. હકીકતમાં આ તો મામાનું ઘર છે. કદાચ આ શબ્દ સાંભળી તમને નવાઈ લાગશે. પરંતુ સેવાનો યજ્ઞ અહીં એવો તો પ્રજ્વળી રહ્યો છે કે, કોઈ પૂછે કે મામાનું ઘર કેટલે? તો તરત તમે બોલી ઉઠશો કે સેવાનો દીપ ઝળહળે એટલે હા, બનાસકાંઠાના પાલનપુરમાં ચાલતા આ `મામાનું ઘર" નામની હોસ્ટેલ આજે અનેક ગરીબ પરિવારની દીકરીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના પૂરા કરવાની સુવિધા આપી રહી છે. અત્યારે મામાના ઘર પ્રોજેક્ટ હેઠળ 50 જેટલી દીકરીઓ અહીં જીપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરી રહી છે.

પ્રિયંકાના બિરદાવવા જેવા કાર્યો
આપને સવાલ થતો હશે કે, આપણા એક સંતાનને ઊછેરવા અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થાય છે, ત્યારે આવા સમયે ગરીબ દીકરીઓના શિક્ષણ માટે આ પ્રકારની સેવા કોણ કરી રહ્યું છે. તો આપને જણાવી દઈ કે, આ સેવા યજ્ઞ પાલનપુરની પ્રયિંકા ચૌહાણ નામની યુવતી દ્વારા દાતાઓના સહયોગથી ચાલી રહ્યો છે. જી હા, પાલનપુર તાલુકાના વાસડા ગામની પ્રિયંકા ચૌહાણ જેનું સપનું ડિઝાઇનર બનીને પરિવારને મદદ કરવાનું હતું, પરંતુ તે સમયે પ્રિયંકાના પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ડિઝાઇનર તો ન બની શકે પરંતુ થોડો અભ્યાસ કરીને તે ચિત્ર શિક્ષિકા બની ગઈ, પરંતુ તે તેને એ વિચાર સતત કોરી ખાતો હતો કે, પોતાના જેવી અનેક દીકરીઓને પૈસાના અભાવે પોતાના સપના પર ઠંડું પાણી રેડી દેવું પડતું હશે. આથી તેણે આવી ગરીબ દીકરીઓને મદદ કરવા `મામાનું ઘર' નામનું મિશન શરૂ કર્યું. આજે "મામા નું ઘર" નામના આ અભિયાનમાં ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારની દીકરીઓ પણ સોસીયલ મીડિયાના માધ્યમથી જોડાઈ છે.

નિશુલ્ક સરકારી પરીક્ષાની તૈયારીઓ કરાવવમાં આવી રહી છે 
મામાના ઘર અભિયાન હેઠળ ગરીબ પરિવારની દીકરીઓ કે જેમના સપના સરકારી કર્મચારી કે સરકારી અધિકારી બનવાના છે, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે જે યુવતીઓ સરકારી પરીક્ષાઓની તૈયારી નથી કરી શકતી તેવી વિદ્યાર્થીનીઓને  પ્રિયંકા આશરો આપી રહી છે અને એક પણ રૂપિયાના ચાર્જ વિના સરકારી પરીક્ષાની તૈયારીઓ કરાવી રહી છે. પ્રિયંકાના આ પ્રયાસથી પ્રેરાઈને કેટલાક વિષય નિષ્ણાતો પણ અહીં પોતાની નિશુલ્ક સેવાઓ આપી રહ્યા છે. અહીં વહેલી સવારથી જ વિદ્યાર્થીનીઓ માટે અભ્યાસ અને તાલીમના વર્ગો શરૂ થઈ જાય છે.
પાલનપુરમાં ચાલતા આ મામાના ઘર હોસ્ટેલ દ્વારા આ દીકરીઓ તેમના સપના પૂરા કરી શકશે તેવી આશા બંધાઈ છે અને પ્રિયંકાએ પોતાના જેવી અન્ય દીકરીઓના સપના પૂરા કરવા જે સેવા યજ્ઞ આરંભ્યો છે તેની સૌ કોઈ પ્રશંસા અને સહાય કરી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

palanpur નિશુલ્ક સુવિધા પ્રિયંકા ચૌહાણ બનાસકાંઠા મામાનું ઘર હોસ્ટેલ Palanpur Mama House Hostel
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ