બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The state government said most tests are done, the court said people will believe when they say now you ...

મહામારી / આ રાજ્ય સરકારે કહ્યું સૌથી વધુ ટેસ્ટ થાય છે, કોર્ટે કહ્યું લોકો કહેશે ત્યારે માનીશું અત્યારે તમે...

Kavan

Last Updated: 10:50 PM, 16 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને કોરોનાનું સંક્રમણની માહિતી મેળવવા માટે RT/PCR તપાસ કરવા અંગેનું સૂચન કર્યું કારણ કે, રેપિડ એન્ટીજન ટેસ્ટના પરિણામ 60 ટકા સાચા પડ્યા છે.

  • દિલ્લી હાઇકોર્ટે કર્યું દિલ્લી સરકારને સૂચન 
  •  RT/PCR પદ્ધતિએ કરો તપાસ : હાઇકોર્ટ 
  • રેપિડ એન્ટિજનથી 60 ટકા રિપોર્ટ જ સાચા આવે છે 

આ પહેલા દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે દેશભરમાં દિલ્હીમાં સૌથી સારા ટેસ્ટ દિલ્હીમાં થાય છે. જો કે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, આ વાત તો તમે કહી રહ્યા છો પરંતુ દિલ્હીની જનતા કહે તો વાત સાચી. આ સાથે હાઇકોર્ટે સરકારને હજી ટેસ્ટિંગ વધારવા અંગે સૂચન કર્યું છે. 

નિષ્ણાતોની રચાઇ છે સમિતિ 

ઉચ્ચ ન્યાયાલયે ઉપ રાજ્યપાલ દ્વારા રચવામાં આવેલ એક નિષ્ણાંતોની સમિતિને પ્રાથમિકતાના આધારે એક બેઠક બોલાવીને કહ્યું કે, જેમાં આ વિચાર કરવામાં આવે અને કોઇપણ રીતે ટેસ્ટમાં વૃદ્ધિ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટે રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઇને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે, મંગળવારે રાજ્યમાં 4500 જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા. હાઇકોર્ટના જજ હીમા કોહલી અને ન્યાયમૂર્તિ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે કહ્યું કે, રેપિટ એન્ટીજન ટેસ્ટના પરિણામ 60 ટકા સાચા છે ત્યારે હજી આગામી સમયગાળામાં વધુને વધુ ટેસ્ટ કરવામાં આવે જેથી કોરોનાના દર્દીઓ મળી આવે અને તેમને સારવાર મળી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Government delhi delhi highcourt અરવિંદ કેજરીવાલ કોરોના વાયરસ દિલ્લી હાઇકોર્ટ pandemic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ