ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / The remaining three T20 matches in Ahmedabad will be played without spectators

નિર્ણય / કોરોનાએ ટૅન્શન વધાર્યુ: અમદાવાદમાં બાકીની ત્રણ T20 મૅચો પ્રેક્ષકો વગર રમાશે, GCAનો મોટો નિર્ણય

Published By: Shyam

Last Updated: 12:04 AM, 16 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રમાતી T-20 મેચને લઈ મોટો નિર્ણય કર્યો છે. આગળની T-20 મેચો પ્રેક્ષકો વગર રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચ જોવા પ્રેક્ષકો જઈ શકશે

ADVERTISEMENT

  • અમદાવાદમાં રમાતી T-20 મેચને લઈ મોટો નિર્ણય
  • આગળની T-20 મેચો પ્રેક્ષકો વગર રમાશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચોમાં નહી સામેલ થાય પ્રેક્ષકો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી T-20 મેચને લઈ મોટો નિર્ણય કર્યો છે. આગળની T-20 મેચો પ્રેક્ષકો વગર રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી મેચ જોવા પ્રેક્ષકો જઈ શકશે નહીં. કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએ નિર્ણય લીધો છે. 

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ સામે 5 મેચોની T20 સીરિઝ રમાવાની છે. જેમાંથી 2 મૅચો રમાઈ ચૂકી છે અને સીરીઝ હાલમાં 1-1ની બરાબરીએ છે. કોરોના મહામારીની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મૅચ રમાવાને લઈને પહેલેથી જ લોકો વચ્ચે ચર્ચા હતી કે હજારોની ભીડ ભેગી થાય છે તેનું શું. આવામાં મોડે-મોડે પણ GCAએ આ નિર્ણય લઈને યોગ્ય કર્યુ છે તેમ હાલ લોકો કહી રહ્યાં છે. 

અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે AMC દ્વારા મહત્વનો નિર્ણય કર્યા છે. અને રાત્રીના 10 વાગ્યા પછી 8 વોર્ડમાં ખાણી-પીણી માર્કેટ સહિતના કેટલાક બજાર બંધ કરાયા છે. જેની ગણતરીની કલાકો બાદ ક્રિકેટને લઈ પણ નિર્ણય કરાયો છે. 

ગુજરાતમાં કોરોના હજુ લોકો વચ્ચે છે. ત્યારે અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણી-પીણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણી-પીણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુરમાં 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે. સાથે મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા ગોતા અને બોડકદેવમાં પણ ખાણીપીણી બજાર રાત્રે બંધ રહેશે.

અમદાવાદના 8 વોર્ડમાં શું શું બંધ રહેશે?

  1. મોલ
  2. શોરૂમ
  3. ટી સ્ટોલ
  4. ફરસાણની દુકાન
  5. કાપડની દુકાન
  6. પાનના ગલ્લા
  7. હેર સલૂન 
  8. સ્પા
  9. જીમ
  10. ક્લબ
  11. માણેકચોક ખાણીપીણી બજાર
  12. રાયપુર ખાણીપીણી બજાર

એક્ટિવ કેસમાં થઇ રહ્યો છે ચિંતાજનક વધારો 

રાજ્યના એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 4717 એક્ટિવ કેસ છે. તો હાલ 564 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રિકવરી રેટમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. રિકવરી રેટ વધીને ઘટીને 96.72 ટકા થયો છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,69,995 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 4425 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket NARENDRA MODI STADIUM T-20 Match ahmedabad અમદાવાદ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ