ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:17 PM, 2 February 2022
ADVERTISEMENT
India vs West Indies: રોહિત શર્મા વન્ ડે કપ્તાન તરીકે વેસ્ટ ઇનડીઝ વિરુદ્ધ 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ રહેલ સીરીઝમાં ઉતારવા માટે તૈયાર છે. આ સીરિઝ પહેલા તેમના પર બનેલ એક ખાસ રેપ સોંગ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયું છે. ખુદ રોહિતને પણ આ ગીત ખૂબ ગમ્યું છે તથા તેમણે તેના પર કોમેન્ટ પણ કરી છે. આ સોંગની તુલના વિરાટ કોહલી પર 6 વર્ષ પહેલા આવેલ રેપ સોંગ સાથે થઈ રહી છે.
ADVERTISEMENT
ભારત તથા વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં 3 વન્ ડે સીરીઝ રમવામાં આવશે. ત્યાર બાદ બંને ટીમ વચ્ચે કોલકાતામાં આટલા જ T20 મુકાબલાઓ પણ થશે. આ વન્ ડે કપ્તાની મળ્યા બાદ રોહિત શર્માની પહેલી સીરીઝ હશે. તેઓ ઘા વગવાને કારણે દક્ષિણ આફ્રિકા જઈ શક્યા ન હતા. તેમની ગેરહાજરીમાં કેએલ રાહુલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન્ ડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળી હતી. હવે રોહિતની વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ પરીક્ષા થશે. આ સીરીઝ પહેલા, ઓફિશિયલ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ભારતીય કપ્તાન માટે ખાસ રેપ સોંગ રીલીઝ કર્યું છે.
ADVERTISEMENT
રોહિત શર્મા પર બનેલ આ રેપ સોંગનો વિડીયો સ્ટાર સ્પોર્ટસે પોતાના ટ્વિટર અકાઉન્ટથી શેયર કર્યો છે. આ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે એક નવા યુગની શરૂઆત, નવા કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે. વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વન્ ડે સીરીઝ માટે તૈયાર થઈ જાઓ. નવા કપ્તાન રોહિતને પણ ખુદ પર બનેલ આ રેપ સોંગ ગમ્યું તથા તેમણે તેને રિટ્વિટ કરતાં લખ્યું કે શાનદાર રેપ સોન્ગ માટે સ્ટાર સ્પોર્ટસનો આભાર. મેદાન પર વાપસી તથા ફેન્સના સપોર્ટથી પ્રેરણા લેવા માંતે તૈયાર છું. કેમકે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝનો સામનો કરવા જઈ રહી છે.
Humbled by the lovely rap @StarSportsIndia
— Rohit Sharma (@ImRo45) February 1, 2022
Looking forward to be back on the field and take inspiration from the fans’ continued support as India takes on West Indies #BelieveinBlue #IndvsWI https://t.co/Ny3IDg3VwA
ADVERTISEMENT
રોહિત શર્મા પર બનેલ રેપ સોંગ તેમના વ્યક્તિત્વથી ઘણો મેળ ખાય છે. જોકે છતાં પણ અમુક ફેન્સને આ વિડીયો 2016 માં ભારતમાં થયેલ T20 વિશ્વ કપ દરમિયાન આવેલ વિરાટ કોહલીના રેપ સોંગ સામે ઘણો ફીકો લાગી રહ્યો છે. તેમણે વિરાટના 6 વર્ષ જૂના આ સોંગને શેયર કરીને પોતાના દિલની વાત કહી.
ADVERTISEMENT
ફેન્સે કોહલીના ગીતને વધારે પસંદ કર્યું
એક ફેનએ કોહલીનું જૂનું રેપ સોંગ ટ્વિટ કરતાં લખ્યું કે હું પણ રોહિતનો ફેન છું. પરંતુ આ ગીત ' કોહલી હૈ, કોહલીકે રન બરસે ' ગીત જે 2016 T20 વિશ્વ કપ દરમિયાન રિલીઝ થયું હતું, તેની આસપાસ પણ નથી.
The dawn of a new era for #TeamIndia led by #NayaCaptainRohit; gear up to #BelieveInBlue for the Paytm ODI Trophy #INDvWI! 💙
— Star Sports (@StarSportsIndia) February 1, 2022
Get set for the 🏏 action:
1st ODI | Feb 6, Broadcast starts: 12:30 PM, Match starts: 1:30 PM | Star Sports 1/1HD/1 Hindi/1HD Hindi & Disney+Hotstar pic.twitter.com/wo9lJNopJ3
ADVERTISEMENT
The dawn of a new era for #TeamIndia led by #NayaCaptainRohit; gear up to #BelieveInBlue for the Paytm ODI Trophy #INDvWI! 💙
— Star Sports (@StarSportsIndia) February 1, 2022
Get set for the 🏏 action:
1st ODI | Feb 6, Broadcast starts: 12:30 PM, Match starts: 1:30 PM | Star Sports 1/1HD/1 Hindi/1HD Hindi & Disney+Hotstar pic.twitter.com/wo9lJNopJ3
ADVERTISEMENT
રોહિતને ઘા વગવાને કારણએ દક્ષિણ આફ્રિકા આવ્યા ન હતા
રોહિત શર્માએ T20 વિશ્વ કપ બાદ ન્યૂઝીલેંડ વિરુદ્ધ T20 સીરીઝમાં ટીમની કપ્તાની કરી હતી. જેથી ભારત જીત્યું હતું. જોકે દક્ષિણ આફ્રિકા સાથેની સીરીઝ પહેલા પ્રેક્ટિસ સેશનમાં તેમની માન્સપેશીઓમાં તણાવ આવી ગયો હતો. આ જ કારણે પહેલા તેઓ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ તથા પછી વન ડે સીરીઝથી બહાર થઈ ગયા હતા. ભારતને મેજબાન દક્ષિણ આફ્રિકાએ બંને સીરીઝમાં હરાવ્યું હતું.
ભારતની 2022માં ઘરમા પહેલી સીરીઝ
હવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા 2022માં ઘર પર પહેલી સીરીઝ રમશે. ત્રણેય વન ડે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વગર થશે. ત્યાર બાદ 16 ફેબ્રુઆરીથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં T20 સીરીઝ રમાશે. જોકે તેમ 75% દર્શકોને આવવાની મંજૂરી આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ