બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / ચાંદા મામાનો જરા હટકે અંદાજ! સફેદ નહીં સોનેરી રોશની છોડશે ચંદ્ર, આ દિવસે દેખાશે ભવ્ય નજારો

ખગોળ / ચાંદા મામાનો જરા હટકે અંદાજ! સફેદ નહીં સોનેરી રોશની છોડશે ચંદ્ર, આ દિવસે દેખાશે ભવ્ય નજારો

Nirav Kumar

Last Updated: 04:54 PM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓક્ટોબર મહિનામાં પાંચ વર્ષ બાદ હાર્વેસ્ટ મૂન જોવા મળશે. આ પૂનમ દરમિયાન તે બીજી પુનમની તુલનામાં 13 ગણો વધુ પ્રકાશ ફેલાવશે.

આગામી ઓક્ટોબર મહિનામાં ચંદ્રમાં મહત્વનો ફેરફાર દેખાશે. ખગોળશાસ્ત્રીઓના મતે, ઓક્ટોબરમાં એક દુર્લભ હાર્વેસ્ટ મૂન જોવા મળશે. મોટાભાગે આ પૂનમ સપ્ટેમ્બરમાં આવે છે પરંતુ આ વખતે ચંદ્ર અને કેલેન્ડર ચક્રને કારણે તે ઓક્ટોબરમાં થશે. આ વખતનો હાર્વેસ્ટ મૂન સુપરમૂન પણ હશે. મતલબ કે તે સમયે ચંદ્ર પૃથ્વીથી વધારે નજીક હશે. આથી તે સામાન્ય પૂનમ કરતા લગભગ 6.6% મોટો અને 13% વધુ ચમકદાર જોવા મળશે.

  • હાર્વેસ્ટ મૂન એટલે શું?
    હાર્વેસ્ટ મૂન એ પૂનમને કહેવામાં આવે છે જે શરદ ઋતુની શરૂઆત એટલે કે શરદ વિષુવવૃત્તની સૌથી નજીકમાં આવે છે. આ પૂનમ ખેડૂતો માટે ખાસ માનવામાં આવે છે કેમ કે તેનો પ્રકાશ તેમને લાંબા સમય સુધી ખેતરોમાં કામ કરવા માટે મદદ કરે છે. આથી તેને સમૃદ્ધિ અને આભારનો પ્રતીક મનાય છે.

આ હાર્વેસ્ટ મૂન મહત્વની ઘટના હશે. કેમ કે, છેલ્લે ઓક્ટોબર 2020માં હાર્વેસ્ટ મૂન જોવા મળ્યો હતો. આગામી હાર્વેસ્ટ મૂન 2028 માં થશે. આથી 2025ની આ ઘટના ખગોળશાસ્ત્રની દ્રષ્ટીએ ખાસ રહેવાની છે.

  • આકાશમાં દેખાશે સોનેરી પ્રકાશ

આ ચંદ્ર 5 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી લગભગ ત્રણ દિવસ પૂનમ જેવો દેખાશે. 7 ઓક્ટોબરે તે તેના પૂર્ણ ચમકમાં પહોંચશે. આ સમય દરમિયાન તે સૂર્યાસ્ત બાદ તરત જ આકાશમાં દેખાવા લાગશે અને તેનો સોનેરી પ્રકાશ ફેલાવશે. 2025નો હાર્વેસ્ટ મૂન સુપરમૂન પણ હશે. મતલબ કે, તે સમયે ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હશે. તેનાથી તે સામાન્ય પૂનમ કરતા લગભગ 6.6 %મોટો અને લગભગ 13% વધુ ચમકદાર દેખાશે. મતલબ કે, તે વખતનું આકાશ વધુ સુંદર જોવા મળશે.

  • ક્યારે અને ક્યાં દેખાશે?
  • આ અનોખી પૂનમ 6 ઓક્ટોબરની સાંજે શરૂ થશે અને 7 ઓક્ટોબરની રાત્રે તેના પૂર્ણ ચમક પર પહોંચશે. ભારત સહિત ઉત્તરી ગોળાર્ધના મોટાભાગના દેશોમાં લોકો આ નજારાનો જોઈ શકશે. જો હવામાન સ્વચ્છ રહેશે તો તે નરી આંખે પણ સરળતાથી જોઈ શકાશે. દૂરબીન કે ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ચંદ્રનો વધારે ખુબસુરત નજારો જોવા મળી શકે છે.

    ભારતમાં દેખાશે કે નહીં?

ભારતમાં 6 અને 7 ઓક્ટોબરની રાત્રે આ સુંદર નજારો જોઈ શકાશે. આ દરમિયાન ચંદ્ર પૂર્વમાં ઉગશે અને પશ્ચિમમાં અસ્ત થશે. જો હવામાન સ્વચ્છ હશે તો તે આકાશમાં સોનેરી પ્રકાશ સાથે ચમકશે, જે નરી આંખે પણ સરળતાથી જોઈ શકાશે.

વધુ વાંચો : બાપ રે! સોલર સિસ્ટમની બહાર એક-બે નહીં પૂરા 6000 એલિયન ગ્રહો મળ્યાં, શોધનારનું નામ ચોંકાવનારુ

ઉલ્લેખનીય છે કે, હાર્વેસ્ટ મૂન જોવા માટે કોઈ ખાસ ડીવાઈસની જરૂર નથી. ખુલ્લા મેદાન કે કોઈ એવી જગ્યાએ જવું જ્યાંથી પૂર્વનો હિસ્સો સ્પષ્ટ દેખાતો હોય. શહેરનું પ્રદૂષણ તેનું તેજ ઘટાડી શકે છે પરંતુ છતાં તે સાફ દેખાશે. દૂરબીન કે ટેલિસ્કોપથી ચંદ્રની સપાટી વધુ રસપ્રદ જોવા મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Super Moon Full Moon Harvest Moon
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ