બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:04 PM, 27 October 2025
નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹20 લાખથી વધારીને ₹25 લાખ કરી છે. જોકે, લોકોના મનમાં સવાલ છે કે, કયા કર્મચારીઓને આ લાભ મળશે. શું તેનો લાભ તમામ લોકોને મળશે કે થોડા લોકોને મળશે. સરકારે હવે આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો છે, જેથી કોઈ મૂંઝવણ ન થાય.
ADVERTISEMENT
પેન્શનર કલ્યાણ વિભાગે આદેશ આપ્યો
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) એ તાજેતરમાં એક સ્પષ્ટતા જાહેર કરી છે. આ સ્પષ્ટતામાં જણાવાયું છે કે, 30 મે, 2024 ના રોજ બહાર પડાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, ફક્ત તે જ કેન્દ્ર સરકારના સિવિલ સેવકો જે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો 2021 અથવા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ ગ્રેચ્યુઇટીની ચુકવણી) નિયમો 2021 હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેઓ જ આ વધેલી ગ્રેચ્યુઇટી માટે પાત્ર બનશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના
કોને આવરી શકાય નહી?
ADVERTISEMENT
જેનો અર્થ એ છે કે જે કર્મચારીઓ આ નિયમો દ્વારા આવરી લેવામાં આવ્યા નથી તેમને આ વધેલી ગ્રેચ્યુઇટી મળશે નહીં. આમાં બેંકો, પોર્ટ ટ્રસ્ટ, RBI, PSU (જાહેર ક્ષેત્રના ઉપક્રમો), સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અથવા રાજ્ય સરકારોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ તેમના પોતાના નિયમો હેઠળ કાર્ય કરે છે, તેથી આ વિભાગ તેમના કેસ પર નિર્ણય લેતો નથી.
કેન્દ્ર સરકારનાં નિયમોમાં ફેરફાર
ADVERTISEMENT
સરળ શબ્દોમાં કહીએ તો, ફક્ત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ કે જેઓ NPS હેઠળ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021 અથવા ગ્રેચ્યુઇટી નિયમો 2021 દ્વારા આવરી લેવામાં આવ્યા છે તેમને જ ₹25 લાખ સુધીની ગ્રેચ્યુઇટી મળશે. અન્ય કર્મચારીઓએ તેમના પર કયા નિયમો લાગુ પડે છે તે નક્કી કરવા માટે તેમના વિભાગ અથવા મંત્રાલય પાસેથી માહિતી માંગવામાં આવી છે. આ સરકારી પગલું એવા કર્મચારીઓ માટે રાહત છે જે લાંબા સમયથી કેન્દ્રીય સેવાઓમાં કાર્યરત છે. હવે, નિવૃત્તિ સમયે તેમની પાસે વધુ નાણાકીય સુરક્ષા હશે, જેનાથી તેમનું નિવૃત્તિ પછીનું જીવન થોડું વધુ આરામદાયક બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.