બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:10 PM, 27 October 2025
રાજ્યમાં અવિરત કમોસમી વરસાદના પગલે ભાવનગર, અમરેલી, તાપી અને ઉકાઈ વિસ્તારમાં આવેલા વિવિધ ડેમોમાં પાણીની આવક વધી છે. વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકો માટે એલર્ટ જાહેર કર્યુ છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ આઠમી વખત ઓવરફ્લો થયો છે. ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે, અને હાલમાં ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ભાવનગરનું તંત્ર સંભવિત તમામ પરિસ્થિતિનો સામનો કરવા એલર્ટ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપી છે.
ADVERTISEMENT
અમરેલીમાં મોડી રાતથી અવિરત વરસાદ વરસતા ધાતરવડી ડેમ-2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજુલા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ નોંધાયો છે. ડેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકસાની થઈ છે.
ADVERTISEMENT
અવિરત કમોસમી વરસાદને પગલે શેલ દેદુમલ ડેમ છલકાયો છે. ડેમમાંથી એક દરવાજો ખોલીને પાણીની જાવક શરૂ કરવામાં આવી છે. નેસડી, કરજાળા સહિતના નીચાણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
ADVERTISEMENT
ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ત્રણ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમમાં 46,418 ક્યુસેક પાણીની આવક છે. તાપી નદીના કાંઠાના ગામોને સાવચેતી માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં વરસાદ વારો
ADVERTISEMENT
કમોસમી વરસાદના કારણે ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે. ડેમની નીચે આવેલા 10 થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.