બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં વરસાદ વારો કાઢશે! ચિંતામાં ખેડૂતો

કમોસમી કહેર / અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં વરસાદ વારો કાઢશે! ચિંતામાં ખેડૂતો

Vishal Dave

Last Updated: 10:34 AM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં આ સપ્તાહે હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

26 જિલ્લાઓમાં એલર્ટ જાહેર

હવામાન વિભાગ દ્વારા આજે કુલ 26 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

અતિભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓ: અમરેલી અને ગીર સોમનાથ

ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાઓ: કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી

આ વિસ્તારોમાં 30 ઑક્ટોબર સુધી સમયાંતરે વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને સાવચેતી રાખવાની હવામાન વિભાગે સલાહ આપી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસી શકે વરસાદ

રાજ્યના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સાંજ બાદ હળવા થી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આવતીકાલે પણ યલો એલર્ટ ચાલુ રહેશે

હવામાન વિભાગે 28 ઑક્ટોબરે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ સેના તૈયાર, રજાઓ રદ્દ! 100ની ઝડપે ફૂંકાશે પવન, દેશમાં તબાહી મચાવા આવી રહ્યું છે વાવાઝોડું 'મોન્થા'

ખેડૂતો અને નાગરિકોને સૂચના

ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાકને સુરક્ષિત રાખે, કારણ કે કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શક્યતા છે. નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Arabian Sea Depression Gujarat Gujarat Rainfall
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ