બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / The girl brought a job offer on WhatsApp, the boy said - 'Money is worth a lot, love is needed'.
Vishal Khamar
Last Updated: 11:39 PM, 17 October 2023
ADVERTISEMENT
કૌભાંડીએ યુવતી સાથે વોટ્સએપમાં પ્રેમ વિશે વાત કરવાની શરૂ કરી. કૌભાંડીએ યુઝરને છેતરવાનો અને તેમના એકાઉન્ટમાંથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે તે યુઝર્સ કૌભાંડીના સકંજામાં ન ફસાય અને પોલીસને જાણ કરી.
ADVERTISEMENT
વોટ્સએપ ચેટમાં જોઈ શકો છો કે વ્યક્તિ કેવી રીતે સ્કેમર સાથે વાત કરી રહ્યો છે. તેણે મજાકમાં એવી વાત લખી કે વાંચીને બધા દંગ રહી ગયા. @ChettyArun નામના યુઝરે માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર લખ્યું કે, પૈસા ખૂબ છે. પ્રેમ કરે તેવું કોઈ જોઈએ છે. એક કૌભાંડી સાથે પ્રેમ, દુનિયા, શાંતિ અને દરેક ચીજ વિશે દિલથી વાતચીત થઈ છે.
તેણે સ્કેમર સાથે તેની વાતચીતના સ્નેપશોટ પણ શેર કર્યા. WhatsApp પર કોમ્યુનિકેશન દર્શાવે છે કે Lavanya નામની છોકરી @ChettyArunને કહી રહી છે કે તે હેલ્સિયોન ઈંડિયાની એચઆર છે. અને તેણે "LinkedIn અને Naukri.com" જેવી વેબસાઈટ પરથી તેનો નંબર મેળવ્યો છે.
મહિલા તેને કંપની અને નોકરી વિશે જણાવે છે. આના પર X યુઝરે જવાબ આપ્યો, "હાય લાવણ્યા, આ ખૂબ જ સુંદર નામ છે. તેનો અર્થ શું છે?" સ્ત્રી ફક્ત તેમનો આભાર માને છે અને પછી કામ વિશે વાત કરવાનું શરૂ કરે છે. બાદમાં, @ChettyArunએ મજાકમાં લખ્યું, "અરે, લાવણ્યા ઘણા પૈસા છે, પ્રેમની જરૂર છે. જો પ્રેમ માટે કંઈ હોય તો મને જણાવો."
જે બાદ લાવણ્યા કહે છે, "પ્લીઝ, આ પ્રેમનો કાર્યક્રમ નથી. આ એક વર્ક પ્રોગ્રામ છે." આના પર @ChettyArun માત્ર એટલું જ કહે છે કે દુનિયામાં પ્રેમ નથી અને લોકો દરેક જગ્યાએ લડી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.