બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / The Election Commission split the Lok Janshakti Party into two parts

રાજકારણ / મોટા સમાચાર: ચૂંટણી પંચે આ રાજકીય પાર્ટીના બે ભાગ કર્યા, એકને હેલિકોપ્ટર તો બીજાને સિલાઈ મશીનનું નિશાન આપ્યું

Published By: Ronak

Last Updated: 02:03 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે લોક જનશક્તિ પાર્ટીના બે ભાગ કર્યા છે. જેમા ચિરાગ પાસવાનની પાર્ટીને હેલિકોપ્ટરનું ચિન્હ ફાળવવામાં આવ્યું છે. સાથેજ પશુપતિ પારસની પાર્ટીને સિલાઈ મશીનનું ચિન્હ આપવામાં આવ્યું છે.

  • ચૂંટણી પંચે લોક જનશક્તિ પાર્ટીના બે ભાગ કર્યા 
  • ચિરાગ પાસવાન અને પશુંપતિ પારસની નવી પાર્ટી બની 
  • ચૂંટણી પંચે હેલિકોપ્ટર અને સીલાઈ મશીનનું નિશાન આપ્યું 

ચિરાગ પાસવાને આખરે પોતાની લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કરી લીઘું છે. જતેમની પાર્ટીને હેલિકોપ્ટરનું ચિન્હ આપવામાં આવ્યું છે. ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસે લોક જનશક્તિ પાર્ટીમાંથી બહાર તેમને બહાર કરી કાઢ્યા હતા. જેથી ચિરાગ પાસવાને હવે નવી પાર્ટીનું ગઠન કર્યું છે. 

ચિરાગ પાસવાનને હેલિકોપ્ટરનું નિશાન આપવામાં આવ્યું 

આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે ચિરાગની પાર્ટીને હેલિકોપ્ટરનું ચિન્હ આપીને તેને સ્વીક઼તી આપી દીધી છે. સાથેજ તેમના કાકા પશુપતિ પારસને પણ અલગથી ચિન્હ આપીને તેમના માટે પણ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કર્યું છે. જેમા તેમને સિલાઈ મશીનનું ચીન્હ આપવામાં આવ્યું છે. 

કાકા ભત્રીજા વચ્ચે કેટલાય સમયથી વિવાદ ચાલતો હતો

લોક જનશક્તિ પાર્ટીને લઈને ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ વચ્ચે વિવાદ ક્યારનો ચાલી રહ્યો હતો. જેને લઈને ચૂંટણી પંચે બંનેને તેમની પાર્ટીના નવા નામ અને નવા ચિન્હ આપ્યા છે. ચીરાગ પાસવાનને તેમની પાર્ટીનું નામ લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ રાખ્યું અને તેમને હેલિકોપ્ટરનું ચિન્હ આપવામાં આવ્યું છે. 

રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી પશુંપતિ પારસની પાર્ટી થઈ 

બીજી તરફ પશુપતિ પારસની પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોકજનશક્તિ પાર્ટી રાખવામાં આવ્યું છે. જેમા તેમની પાર્ટીને સિલાઈ મશીનનું ચિન્હ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે ચિરાગ પાસવાન અને પશુપતિ પારસને બિહારમાં બે સીટો પર પેટાચૂટણીને લઈને અલગ અલગ પાર્ટીનું નામ સોંપવા માટે કહ્યું હતું.

ચિરાગ પાસવાનને પાર્ટીમાંથી કાઢતા વિવાદ થયો હતો 

ઉલ્લેખનીય છે કે ચિરાગ પાસવાનના કાકાએ તેને પાર્ટીમાંથી કાઢી મુક્યો હતો. જેને લઈને બંને વચ્ચે રાજકીય ધમાસાણ ચાલી રહ્યું હતું. મોદી સરકારમાં મંત્રી બન્યા પછી પશુપકિ પારસે કહ્યું હતું કે તેઓ ચીરાગ સાથે કોર્ટમાં લડાઈ લડવા માટે પણ તૈયાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Chirag Paswan pashupati paras politics ચીરાગ પાસવાન પશુંપતિ પારસ રાજકારણ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ