બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Terrible Dipute on Akshay Kumar-Sara movie, insult of Hanuman-Shivaji and Accuse of love jihad!

BIG NEWS / અક્ષય કુમાર-સારાની મૂવી પર ભયંકર બબાલ, હનુમાન-શિવજીનું અપમાન અને લવજેહાદનો આરોપ!

Kashyap

Last Updated: 02:29 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા અલી ખાન, અક્ષય કુમાર અને ધનુષ સ્ટારર ફિલ્મ 'અતરંગી રે'નો સોશિયલ મીડિયા પર બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મ 'અતરંગી રે' લોકોએ કહ્યું હિંદુ-ફોબિક ફિલ્મ
લોકો સેન્સર બોર્ડ અને પ્રસૂન જોશી પર થયા ગુસ્સે 
લોકોએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કરી ટીકા 

#Boycott_Atrangi_Re એ ભારતના ટોપ ટ્રેન્ડસમાં છે. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ ફિલ્મ લવ જેહાદને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. ત્યારે તેના એક ડાયલોગ પર હંગામો થયો છે. તે સારા અલી ખાન દ્વારા બોલવામાં આવ્યું છે અને તેમાં હિન્દુ દેવતાઓ શિવ અને હનુમાનજીનો ઉલ્લેખ છે.આ ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાયે કર્યું છે. એ જ આનંદ એલ રાય જેમણે 'રાંઝણા' અને 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. અહીં જુઓ તે દ્રશ્ય જેના પર લોકો ગુસ્સે છે અને જાણો આખો મામલો. 

લોકોએ કહ્યું હિંદુ-ફોબિક ફિલ્મ
આનંદ એલ રાયની ફિલ્મ 'અતરંગી રે' 24 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. જ્યાં ઘણા લોકોને ફિલ્મની વાર્તા પસંદ આવી રહી છે તો કેટલાક લોકો તેના પર ગુસ્સે છે. લોકો કહે છે કે હિન્દુ સંસ્કૃતિનું અપમાન થયું છે. સાથે જ લોકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ફિલ્મમાં હિંદુઓને હિંસક બતાવવામાં આવ્યા છે અને આ હિંદુ ફોબિક ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ. લોકોએ ફિલ્મના એક સીન સામે પણ વાંધો ઉઠાવ્યો છે. લોકોનું કહેવું છે કે આમાં શિવ અને હનુમાનજીનું અપમાન થયું છે.

 

હિન્દુ-મુસ્લિમ લવ સ્ટોરી
સારા અલી ખાને આ ફિલ્મમાં બિહારની છોકરીનો રોલ કર્યો હતો. તેના પાત્રનું નામ રિંકુ સૂર્યવંશી છે. રિંકુ જાદુગર સજ્જાદ અલીના પ્રેમમાં છે. અક્ષય કુમારે સજ્જાદની ભૂમિકા ભજવી છે. રિંકુના લગ્ન તમિલ બ્રાહ્મણ વિશુ સાથે બળજબરીથી કરાવવામાં આવતા હોય છે. વિશુની ભૂમિકા ધનુષે ભજવી છે. વિશુના લગ્ન પણ જબરદસ્તીથી કરાવવામાં આવે છે. 

આ બધી બાબતોથી ગુસ્સે છે લોકો 
હવે લોકો રોષે ભરાયા છે કે હિંદુઓને દુષ્ટ, હિંસક અને બળજબરીથી તેમની પુત્રીના લગ્ન કરવા માટે દર્શાવવામાં આવ્યા છે. ત્યારે લોકોએ રિંકુ અને સજ્જાદના લવ એંગલ પર લવ-જેહાદને પ્રોત્સાહન આપવાના આરોપો કર્યા છે. આ ઉપરાંત કેટલાક ડાયલોગ પણ દર્શકોને પસંદ આવ્યા નથી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Sara Ali Khan Terrible Dipute atrangi re movie Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ