WhatsApp અંત્યત પૉપ્યુલર મેસેજિંગ એપ છે. અત્યારના સમયમાં મોટાભાગના લોકો આ મેસેજિંગ એપનો ઉયપોગ કરતા હોય છે. WhatsApp પર ઘણીવખત લોકો પ્રાઇવેટ મેસેજ અને ઇન્ફર્મેશન શૅર કરતા હોય છે. આવી સ્થિતિમાં જો ક્યારેક લોકોનો મોબાઇલ ફોન ખોવાઇ જાય કે ચોરાઇ જાય ત્યારે શું કરવુ?
- સૌથી પહેલા ચોરાઇ ગયેલા ફોનમાં સિમ કાર્ડને લોક કરવો, આમ કરવાથી કોઇ પણ તમારું whatsApp ઑપન નહી કરી શકે. આ માટે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને કોલ કરો.
- નવુ સિમ કાર્ડ યૂઝ કરો અને ગુમ થયેલા કે ચોરી થયેલા ફોનમાં જે નંબર પર WhatsApp ચાલતુ હોય તે નંબરથી જ એક્ટિવ કરો. હંમેશા યાદ રાખો કે WhatsAppને એક સમયે માત્ર એક જ નંબરથી એક્ટિવેટ કરી શકાય છે.
- જો તમે નવુ સિમ કાર્ડ યૂઝ કરવા ઇચ્છતા તો
[email protected] ઇમેલ આઇડી પર મેલ કરો. ઇમેલમાં લખો કે, 'Lost/Stolen: Please deactivate my account'. સાથે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં ફોન નંબર પણ લખો.
- નવા ફોનમાં WhatsAppના મેસેજ પાછા જોઇતા હોય તો ગૂગલ ડ્રાઇવમાંથી બેકઅપ મેસેજ કરો અને ચેટ પાછી આવી જશે. આ કામં હમેશા પહેલા જ કરવુ.
- આ દરમિયાન કોન્ટેક્ટ તમને મેસેજ મોકલી શકશે પરતુ તે 30 દિવસો સુધી પેન્ડિંગ રહેશે. જો તમે પોતાનું એકાઉન્ટ ડીલિટ થાય તે પહેલા એક્ટિવેટ કરશો તો તમારી પાસે પેન્ડિંગ મેસેજ પણ આવશે.
જો તમે 30 દિવસોની અંદર પોતાના એકાઉન્ટને એક્ટિવેટ નહીં કરો તો તમારું એકાઉન્ટ હંમેશા માટે ડીલિટ થઇ જશે. વળી, સિમ કાર્ડ લોક અને ફોન સર્વિસ નહીં હોય તો પણ તમે WiFi દ્વારા WhatsAppનો યૂઝ નહીં કરી શકો. આવું ત્યારે થશે જ્યારે તમે એકાઉન્ટ ડિએક્ટિવેશન રિક્વેસ્ટ નહીં કરો. WhatsApp તમને ખોવાયેલા ફોનને લોક કરવામાં મદદ નહીં કરે.