ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બ્લૂ વ્હેલથી કોરિયન લવર...! જુઓ ઓનલાઇન ગેમિંગની ચેલેન્જ કઈ રીતે બને છે જીવલેણ

ટેક / બ્લૂ વ્હેલથી કોરિયન લવર...! જુઓ ઓનલાઇન ગેમિંગની ચેલેન્જ કઈ રીતે બને છે જીવલેણ

Published By: Vidhata Gothi

Last Updated: 01:47 PM, 4 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Korean Lover Game Case: ગાઝિયાબાદમાં ત્રણ સગીર બહેનોના આપઘાત પછી ફરી એકવાર જીવને જોખમી ઓનલાઇન ગેમ્સ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. આ કેસમાં કોરિયન લવર ગેમનું નામ સામે આવ્યું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

ઓનલાઇન ગેમ્સ કે ચેલેન્જ ઘણીવાર લોકોના જીવને જોખમ ઊભું કરે છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે Blue Whale ચેલેન્જ. આ ચેલેન્જની શરૂઆત રશિયામાં થઈ હતી. વર્ષ 2016-17માં બ્લુ વહેલ ચેલેન્જ ખૂબ જ ચર્ચામાં આવી હતી. ઓનલાઇન ગેમિંગના કારણે આત્મહત્યાનો એક તાજો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ત્રણ બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. ગાઝિયાબાદમાં ભારત સિટી સોસાયટીમાં ત્રણ સગીર બહેનોએ 9મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. એવું કહેવાઈ રહ્યું છે કે આત્મહત્યાનું કારણ કોરિયન લવર ગેમ છે. જોકે આ અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

મૃતક બહેનોના પિતાએ જણાવ્યું કે તેમને એ વાતનો અંદેશો ન હતો કે તેમની દીકરીઓ આવી કોઈ ગેમ રમી રહી છે. તેમણે જણાવ્યું જે તેમની દીકરીઓ એક ઓનલાઇન કોરિયન ગેમ રમી રહી હતી, જેમાં ટાસ્ક પૂરા કરવાના હતા. તેમણે કહ્યું કે મને કોઈ આઇડિયા નથી કે શું થયું. તેઓ ટાસ્ક પૂરા કરી રહી હતી. કુલ 50 ટાસ્ક હતા. મારી 14 વર્ષની દીકરી ગેમમાં લીડર હતી. મારી દીકરીઓ સાથે રમતી હતી અને કોઈને અંદેશો પણ ન આવવા દીધો કે તેઓ આવી ગેમ રમી રહી હતી.

ભારતમાં Blue Whaleનો શિકાર

જયારે પણ ઓનલાઇન ચેલેન્જ કે ટાસ્ક પૂરો કરવાવાળી કોઈ ડેડલી ગેમની ચર્ચા થાય છે ત્યારે Blue Whaleનું નામ સૌથી પહેલા યાદ આવે છે. 2017માં ભારતમાં આ પ્રકારના ઘણા કેસ સામે આવ્યા, જેમાં લોકોના મૃત્યુનું કારણ Blue Whale ગણાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2017માં એક બાળકે આ ચેલેન્જના બધા 50 ટાસ્ક પોતાની સ્કૂલ ડાયરીમાં લખ્યા હતા, જેના પછી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સપ્ટેમ્બર 2017માં મધ્યપ્રદેશથી પણ એક કેસ સામે આવ્યો હતો. એ સમયે આ પ્રકારના ઘણા કિસ્સાઓ નોંધાયા હતા.

vtv app promotion

શું હતી Blue Whale ગેમ

Blue Whale કોઈ ગેમ નહોતી. તે એક પ્રકારનો ઓનલાઈન ચેલેન્જ ટ્રેન્ડ હતો જેમાં ભાગ લેનારે ટાસ્ક પૂરા કરવાના હતા. આ 50 દિવસનો ચેલેન્જ હતો, જેમાં ભાગ લેનારે વિવિધ ટાસ્ક કમ્પ્લીટ કરવાના હતા. કેટલાક ટાસ્ક અત્યંત ખતરનાક હતા, જેના પરિણામે મૃત્યુ પણ થયા. આમાં લોકોને પોતાને નુકસાન પહોંચાડવાનો ટાસ્ક, ન ઊંઘવાનો ટાસ્ક અને આતનહત્યાના ટાસ્ક પણ આપવામાં આવ્યા. ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે ઘણા લોકોએ પોતાને નુકસાન પહોંચાડ્યું તો કેટલાકે પોતાના જીવ પણ ગુમાવ્યા હતા.

બ્લુ વ્હેલ વિશ્વના કોઈ એક દેશ કે પ્રદેશ સુધી મર્યાદિત નહોતી. ભારત, રશિયા, યુરોપ અને દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં આના કેસ નોંધાયા હતા. કારણ કે તે કોઈ એપ નહોતી, તેને ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી દૂર કરી શકાતી નથી. તેના ઓપરેશનનો મુખ્ય સોર્સ સોશિયલ મીડિયા છે, જ્યાં લોકો ટ્રેન્ડને ફોલો કરે છે.

આ પણ વાંચો: એવું તે શું થયું કે ત્રણ સગી બહેનોએ 9મા માળેથી પડતું મૂક્યું, થયો જોરદાર ઘટસ્ફોટ

આવ્યું હતું મોમો ચેલેન્જ

2018માં મોમો ચેલેન્જ પણ વાયરલ થઈ હતી. આમાં સામે આવ્યું હતું કે મોમો નામનો યુઝર બાળકોને હેરાન કરે છે. આમાં લોકોને ટાસ્ક પૂરા કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં પોતાને નુકસાન પહોંચાડવાનું પણ સામેલ હતું. જો કે આમાં કોઈને નુકસાન પહોંચાડવાની પુષ્ટિ થઈ ન હતી, પણ સોશિયલ મીડિયા પર પોલીસે લોકોને આવા ચેલેન્જમાં ભાગ ન લેવા જણાવ્યું હતું.

કેવી રીતે ચાલે છે આવી ગેમ્સ?

આ ગેમ્સ ડાઉનલોડ કરી શકાતી નથી. પણ તે સોશિયલ મીડિયા પેજ, કોમ્યુનિટી કે ક્લોઝ ગ્રૂપનો ભાગ હોય શકે છે. લોકોને મેસેજ દ્વારા ટાસ્ક પૂરા કરવાનું કહેવામાં આવે છે. આમાં પ્લેયરનું એટલી હદે બ્રેઇન વૉશ કરી નાખે છે કે તેમને ફક્ત એક જ વસ્તુ દેખાય છે કે તેઓ ટાસ્ક પૂરા કરે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Korean Lover Game Case

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ