ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / BMW- Mercedesને ટક્કર આપશે આ સ્ટાઈલિશ SUV, જાણો કિંમત

Tech / BMW- Mercedesને ટક્કર આપશે આ સ્ટાઈલિશ SUV, જાણો કિંમત

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:30 PM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Range Rover Velar: બીએમડબલ્યું અને મર્સિડીઝને ટક્કર આપવા માટે આવી રહી છે રેન્જ રોવર વેલાર. 1 કરોડથી ઓછા બજેટમાં મળે છે એકદમ વૈભવી અને કિલર લુક.

ADVERTISEMENT

આજકાલ લક્ઝરી કારનો લોકોને વધુ શોખ છે, જેના કારણે રસ્તાઓ પર લક્ઝરી કારની સંખ્યા વધી રહી છે. જોકે લક્ઝરી કાર ખરીદવી સરળ નથી, કારણ કે વિશ્વની શ્રેષ્ઠ લક્ઝરી કારની કિંમત સામાન્ય રીતે રૂપિયા 1 કરોડ આસપાસ હોય છે. મર્સિડીઝ-બેન્ઝ અને BMW નું નામ લક્ઝરી SUV કારમાં જરુર આવે છે. જો કે આ વખતે બ્રિટિશ ઓટો કંપની લેન્ડ રોવરે તેની અદભુત અને સ્ટાઇલિશ રેન્જ રોવર વેલારથી આ સેગમેન્ટમાં ખલબલી મચાવી છે.

આજકાલની ઓવર-સ્ટાઇલ અને ચમકદાર એસયૂવી ગાડીઓ વચ્ચે વેલારનું સિંપલ અને ક્લીન લૂક તેને અલગ બનાવે છે. જો તમે રૂપિયા 1 કરોડથી ઓછી કિંમતની કાર શોધી રહ્યા છો જે રસ્તા પર લોકોનું ધ્યાન ખેંચે, તો રેન્જ રોવર વેલારનો ટોપ-એન્ડ ઓટોબાયોગ્રાફી વેરિઅન્ટ યોગ્ય પસંદગી હોઈ શકે છે.

કિલર લુક અને શાનદાર ડિઝાઇન

રેન્જ રોવર વેલાર દેખાવની દ્રષ્ટિએ એક સાચે માસ્ટરપીસ છે. તેની ઢાળવાળી છત અને ફ્લશ ડોર હેન્ડલ્સ તેને ખૂબ જ આધુનિક અને કૂલ લુક આપે છે. ટોપ-એન્ડ ઓટોબાયોગ્રાફી વેરિઅન્ટમાં અદભુત કોપર ડિટેલ્સ અને મોટા એલોય વ્હીલ્સ છે, જે તેની ખુબસૂરતીને ચારચાંદ લગાવે છે.

આ કાર અવાજ કર્યા વિના લોકોનું ધ્યાન ખેંચે છે. તેની ડિઝાઇન લૈગ્વેજ ક્લીન અને સોલિંડ છે કે તે પરંપરાગત જર્મન કાર કરતાં ઘણી વધુ પ્રીમિયમ અને યંગ ફીલ કરાવે છે.

બટન વિનાની લક્ઝરી કેબિન અને અદ્ભુત સુવિધાઓ

કારની અંદર જાઓ અને તમને એક અલગ સ્તરનું વૈભવી અનુભવ થશે. વેલારનું કેબિન પણ ખૂબ સરળ અને બટન વિનાનું છે. આનો અર્થ એ છે કે તમને અહીં કોઈ ફિજિકલ બટનો મળશે નહીં. તમામ નિયંત્રણ મોટી અને સરળ ટચસ્ક્રીન દ્વારા થાય છે. ઇંટીરિયરમાં બહુ પ્રીમિયમ વિન્ડસર લેધરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુમાં ડ્રાઇવર અને સહ-મુસાફર માટે 20-વે ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ સીટ અને મસાજ ફંક્શન જેવી સુવિધાઓ મળે છે. મ્યુજિક લવર્સ માટે પ્રીમિયમ મેરિડિયન ઑડિઓ સિસ્ટમ કેબિનની અંદર થિયેટર જેવો અવાજ અનુભવ આપે છે.

પ્રદર્શનની દ્રષ્ટિએ રેન્જ રોવર વેલરમાં 250-હોર્સપાવર જેનરેટ કરનાર 4-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે જે 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. જો કે આ એન્જિન તમને રેસિંગ કારનો રોમાંચ આપશે નહીં, તેનો ડ્રાઇવિંગ અનુભવ અત્યંત સ્મૂથ, શાંત અને રિફાઇંડ છે. સૌથી કમાલની વાત તેની રાઇડ ગુણવત્તા છે.

આ કારમાં એર સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જે ભારતીય રસ્તાઓ પર સરળતાથી પસાર થઈ શકે છે. તેની રાઇડ ગુણવત્તા જર્મન કાર કરતા ઘણી સારી છે, અને તે હળવા ઑફ-રોડિંગનો પણ સરળતાથી સામનો કરી શકે છે.

VTV ADD

આ પણ વાંચોઃ

કિંમત પણ ઓછી

નોંધનીય છે કે ભારતીય બજારમાં રેન્જ રોવર વેલરની એક્સ-શોરૂમ કિંમત આશરે 86 લાખ રૂપિયા છે. આ કિંમત તેને બીએમડબલ્યું અને મર્સિડીઝ-બેન્ઝના ક્લટરથી અલગ, કંઈક અનોખું અને ક્લાસિક શોધી રહેલા લોકો માટે એક શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. વેલારની સાઇઝ પણ પરફેક્ટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

SUV Range Rover Range Rover Velar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ