ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ટેકનોલોજી સ્ટાર્ટઅપના ભંડોળ મામલે ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ, ગયા નાણાકીય વર્ષમાં એકત્ર કર્યા 11.7 અરબ ડોલર

ટેક / ટેકનોલોજી સ્ટાર્ટઅપના ભંડોળ મામલે ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ, ગયા નાણાકીય વર્ષમાં એકત્ર કર્યા 11.7 અરબ ડોલર

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:04 AM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Technology Startup Funding: ગયા નાણાકીય વર્ષમાં ભારતના ટેકનોલોજી સ્ટાર્ટઅપનું ફંડિગ ઘટીને 11.7 અરબ ડોલર રહ્યું છે

ADVERTISEMENT

Technology Startup Funding: ગયા નાણાકીય વર્ષમાં ભારતના ટેકનોલોજી સ્ટાર્ટઅપનું ફંડિગ ઘટીને 11.7 અરબ ડોલર રહ્યું છે, પરંતુ રોકાણની દ્રષ્ટિએ ભારત અમેરિકા, યુકે અને ચીન પછી ચોથા સ્થાને છે.

ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ માટે કુલ ભંડોળ નાણાકીય વર્ષ 2025-26 માં 18 ટકા ઘટીને 11.7 અરબ ડોલર થયું છે, જ્યારે નાણાકીય વર્ષ 2024-25 માં 14.3 અરબ ડોલર એકત્ર કરવામાં આવ્યું હતું, બુધવારે એક રીપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. બજારના આંકડાઓ પર નજર રાખતી સંસ્થા ટ્રૈક્સનના એક અહેવાલમાં જણાવાયું છે કે 2025-26 માં ટેકનોલોજી સ્ટાર્ટઅપ માટે ભંડોળમાં ઘટાડો થયો હોવા છતાં ભારત રોકાણની દ્રષ્ટિએ અમેરિકા, બ્રિટન અને ચીન પછી વૈશ્વિક સ્તરે ચોથા સ્થાને છે.

દેશમાં સીડ ફંડિંગ 15% ઘટ્યું

અહેવાલ મુજબ નવા વિચારો પર કામ શરૂ કરવા માટે મળતા રોકાણ એટલે કે સીડ ફંડિંગમાં 15%નો ઘટાડો થયો છે. ઘટીને 1.3 અરબ ડોલર થયું છે. આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2024-25 માં 1.5 અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે, તેમના વ્યવસાયોને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહેલા પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપમાં રોકાણ ગયા નાણાકીય વર્ષમાં 33% વધીને 4.8 અબજ ડોલર થયું છે. આ કંપનીઓએ નાણાકીય વર્ષ 2024-25 માં 3.6 અબજ ડોલર અને નાણાકીય વર્ષ 2023-24 માં 3.5 અબજ ડોલર એકત્ર કર્યા હતા.

નાણાકીય વર્ષ 2026 માં 129 એક્વિઝિશન નોંધાયા

રિપોર્ટ મુજબ ભારતના ટેક સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમે નાણાકીય વર્ષ 2026 માં 129 એક્વિઝિશન નોંધાવ્યા હતા, જે નાણાકીય વર્ષ 2025 માં 151 હતા, જે પાછલા નાણાકીય વર્ષ કરતા 15% ઘટાડો દર્શાવે છે. આલુ જ નહી નાણાકીય વર્ષ 2024 માં 132 એક્વિઝિશનની સરખામણીમાં 2% ઘટાડો થયો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ નવા સીઈઓની નિયુક્તિથી ઝૂમ્યા રોકાણકારો, 19 રૂપિયાને પાર શેર

IPO અને યુનિકોર્ન ફ્રન્ટ પર મજબૂત વૃદ્ધિ જોવા મળી

ભારતીય ટેકમાં નાણાકીય વર્ષ 2025-26 માં 47 આઇપીઓ જોવા મળ્યા, નાણાકીય વર્ષ 2025 માં 31 આઇપીઓની સરખામણીમાં 52% નો વધારો અને નાણાકીય વર્ષ 2024 માં 32 IPO ની સરખામણીમાં 47% નો વધારો છે. વર્ષ દરમિયાન મુખ્ય આઇપીઓમાં લેન્સકાર્ટ, ગ્રોવ અને મીશોનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 26 માં છ યુનિકોર્ન બનાવવામાં આવ્યા હતા, જે નાણાકીય વર્ષ 25 અને નાણાકીય વર્ષ 24 માં ચાર-ચારની સરખામણીમાં 50 ટકાનો વધારો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tech News india start ups

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ