ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / નવા સીઈઓની નિયુક્તિથી ઝૂમ્યા રોકાણકારો, 19 રૂપિયાને પાર શેર

બિઝનેસ / નવા સીઈઓની નિયુક્તિથી ઝૂમ્યા રોકાણકારો, 19 રૂપિયાને પાર શેર

Published By: Nirav Kumar

Last Updated: 08:18 PM, 8 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે, બુધવારે યસ બેંકના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં તેના શેર ઉછળીને 19.09 રૂપિયા પર પહોંચ્યા હતા. આ વધારો ઈરાનમાં સીઝફાયરના લીધો થયો હોવાના લીધે છે.

ADVERTISEMENT

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના સમાચારથી ભારતીય શેર માર્કેટમાં  તેજી આવી છે. આ સમાચારને લીધે બુધવારે લાંબા સમય પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન  રોકાણકારો યસ બેંકના શેરની પેની કેટેગરીમાં પણ જોડાયા હતા. બુધવારે અઠવાડિયાના ત્રીજા દિવસે યસ બેંકના શેર 18.14 રૂપિયાના પાછલા બંધથી 5% થી વધુ ઉછળીને 19.09 રૂપિયા પર પહોંચ્યા હતા. BSE પર શેર 19.04 રૂપિયા પર બંધ થયો હતો. જે 4.96% વધારો છે. બેંકનો 52 અઠવાડિયાનો ઉચ્ચ ભાવ 24.30 રૂપિયા અને નીચો ભાવ અને 16.90 રૂપિયા છે.

  • બેંકનો કાર્યભાર કોણ સંભાળશે?

તાજેતરમાં યસ બેંકે જાહેરાત કરી હતી કે વિનય મુરલીધર ટોંસેએ ત્રણ વર્ષના કાર્યકાળ માટે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની ભૂમિકા સંભાળી છે. તેઓ ટોન્સે પ્રશાંત કુમારનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ 5 એપ્રિલના રોજ સમાપ્ત થયો હતો. બેંકે જણાવ્યું હતું કે, ટોન્સે 6 એપ્રિલથી MD અને CEO તરીકેની ભૂમિકા સંભાળી છે જે ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી અને શેરધારકોની મંજૂરીને આધીન છે. ટોન્સેને સાડા ત્રણ દાયકાથી વધુનો બેંકિંગ અનુભવ છે. તેમને ટ્રેઝરી, રિટેલ બેંકિંગ, કોર્પોરેટ બેંકિંગ, ઇન્ટરનેશનલ કામગીરી અને સંપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં કામ કર્યું છે. તેમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

vtv app promotion
  • બેંકનું બિઝનેસ અપડેટ

વ્યવસાયિક મોરચે માર્ચ 2026 ક્વાર્ટરમાં બેંકની લોન અને એડવાન્સિસ વાર્ષિક ધોરણે (YoY) 10.7 ટકા વધીને 2,72,454 કરોડ રૂપિયા થઈ, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 2,46,188 કરોડ રૂપિયા હતી. ક્વોર્ટર-બાય-ક્વોર્ટર ધોરણે લોન 5.8 ટકા વધી છે.

નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વોર્ટરમાં કુલ ડીપોઝીટ 3,18,970 કરોડ રૂપિયા રહી, જે વાર્ષિક ધોરણે 12.1 ટકા અને ત્રિમાસિક ધોરણે 9 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળા માટે કુલ ડીપોઝીટ 2,84,525 કરોડ રૂપિયા હતી. જે 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરા થયેલા અગાઉના ક્વોર્ટરમાં 2,92,524 કરોડ રૂપિયા હતી.

વધુ વાંચો : રુપિયાની ગર્જના! યુદ્ધવિરામ-RBI એક્શનથી ડોલર સામે મજબૂત બન્યો રુપિયા

CASA રેશિયો ડિસેમ્બર 2025 ક્વોર્ટરમાં 34 ટકા અને માર્ચ 2025 ક્વોર્ટરમાં 34.3 ટકાની સરખામણીમાં અહેવાલ કરાયેલા ક્વોર્ટરમાં 35.1 ટકા થયો છે. CASA ના આંકડા ગયા વર્ષના સમાન સમયગાળામાં 97,480 કરોડ રૂપિયાથી વાર્ષિક ધોરણે 1,11,960 કરોડ રૂપિયા થયા છે. સિક્વન્સ લેવલે CASA ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં 99,483 કરોડ રૂપિયાની સરખામણીમાં 12.5 ટકા વધીને 1,11,960 કરોડ રૂપિયા થયા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Yes Bank Shares Iran Ceasefire

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ