ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / tech news amazon freedom sale 2019 oneplus 7 pro gets extra discount and exchange offer

સેલ / Amazon Freedom Sale 2019: OnePlus 7 Pro પર મળશે ડિસકાઉન્ટ-એક્સચેન્જ ઓફર

Published By: vtvAdmin

Last Updated: 09:11 PM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષની જેમ આ વર્ષે ઇ કોમર્સ વેબસાઇટ Amazon પર Freedom Saleનું આયોજન કરવામાં આવશે.  આ સેલ આવતા સપ્તાહે 8 ઓગસ્ટથી લઇને 11 ઓગસ્ટની વચ્ચે આયોજીત કરવામાં આવશે. ચાર દિવસો સુધી ચાલનાર આ સેલમાં સ્માર્ટફોન્સ સહીત ઘણી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ વર્ષે લોન્ચ થયેલ અમેઝોન એક્સક્લૂસિવ ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus7 અને OnePlus 7 Pro પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

ADVERTISEMENT

આ બંને સ્માર્ટફોન્સ ખરીદનાર યૂઝર્સને એકસ્ટ્રા ડિસ્ટાઉન્ટનો લાભ મળશે. OnePlus7 Pro પર મળનાર ડિસ્કાઉન્ટ ઓફર વિશે હાલ તો કોઇ ખુલાસો કરવામા આવ્યો નથી પરંતુ આ સ્માર્ટફોન પર રૂ. 1000થી લઇને રૂ. 3000 સુધીનું અતિરિક્ત ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી શકે છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન પર નો કોસ્ટ EMI પણ ઓફર કરવામાં આવી શકે છે. 

જ્યારે OnePlus7 પર યૂઝર્સને બેન્ક ઓફર, એક્સચેન્જ ઓફર્સ જેવા લાભ મળી શકે છે. Amazon Freedom Saleમાં મોબાઇલ એક્સેસિરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ સાથે જ ઘણા પ્રીમીયમ સ્માર્ટફોન્સ પર રૂપિયા 20000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. 

OnePlus 7ને બે સ્ટોરેજ ઓપ્શન 6 GB+128 GB અને 8 GB+ 256 GB સ્ટોરેજ  ઓપ્શન સાથે આવે છે. OnePlus 7ના 6 GB+ 128 GB વેરિએન્ટની કિંમત રૂપિયા 32999 છે અને આ માત્ર મિરર ગ્રે કલર ઓપ્શન સાથે આવે છે. OnePlus 7ના 8 GB+ 256 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રુપિયા 37999 છે અને તે બે કલર ઓપ્શન્સ મિરર ગ્રે અને રેડમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન્સ વોટર ડ્રોપ નૉચ, ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. તેના બેકમાં 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ પ્રોસેસર અને ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ સાથે આવે છે. 

 

OnePlus 7 Proને 3 સ્ટોરેજ ઓપ્શન્સ 6 GB + 128 GB, 8 GB+ 256 GB અને 12 GB+ 256 GB સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. તેના બેસ વેરિએન્ટને ભારતમાં રૂપિયા 48999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેમા ફૂલ વ્યૂ 90Hz ડિસપ્લે અને પૉપ અપ સેલ્ફી કેમેરા સેટઅપની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 

ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 મોબાઇલ પ્રોસેસર અને ઇન ડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાયમરી સેન્સર 48 મેગાપિક્સેલ આપવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Exchange Offer Oneplus 7 Oneplus 7 pro Tech Update amazon technology news sale

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ