બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / થિયેટરોમાં ફરીથી 'તારા-સકીના'નો ચાલશે જાદુ, અમિષા પટેલે ગદર 3 પર કહ્યું 500 કરોડ કમાશે
Last Updated: 07:56 PM, 9 May 2026
બોલિવૂડની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝ "ગદર" ના ફેંસ માટે એક સારા સમાચાર આવ્યા છે. ફિલ્મમાં "સકીના" નું યાદગાર પાત્ર ભજવનાર એક્ટ્રેસ અમીષા પટેલે ઓફીશીયલ રીતે પુષ્ટિ આપી છે કે "ગદર 3" બનશે. અમીષાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેને ફિલ્મના ભવિષ્ય અને તેના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરી હતી. જેમાં તેને એ સ્પષ્ટ કર્યું કે આગામી ફિલ્મ અગાઉના બે હપ્તાઓ કરતાં વધુ ગ્રાન્ડ અને શક્તિશાળી સ્ટોરી હશે. અમીષાની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
ADVERTISEMENT
અમીષા પટેલે પોતાની પોસ્ટમાં લખ્યું કે "ગદર 3" જ્યારે પણ રિલીઝ થશે ત્યારે તે થિયેટરોમાં તુફાન મચાવશે. તેને કહ્યું કે દર્શકોના અપાર પ્રેમ અને ભગવાનના આશીર્વાદને કારણે ફ્રેન્ચાઇઝ એટલી હદે વધી ગઈ છે કે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાની કમાણી કોઈ મોટી વાત નથી, પરંતુ માત્ર એક શરૂઆતનો આંકડો હશે. એક્ટ્રેસે ફેંસને ખાતરી આપી કે આ વખતે ફિલ્મનો સ્કેલ અને તેની સ્ક્રિપ્ટ પહેલા કરતાં વધુ મોટી અને પ્રભાવશાળી હશે અને દર્શકોએ તેના માટે તૈયાર રહેવું પડશે.
ADVERTISEMENT
GADAR 3 will come fr sure and JAB aayegi . Theatre mein hungama mach Jayega . With audiences love and gods blessings .. 500 cr is just the minimum nos at the box office for a brand like GADAR 👌👌🙏🏻❤️and this time the scale and script willl be even bigger and dhamakedar . Be…
— ameesha patel (@ameesha_patel) May 8, 2026
પોતાની વાત કરતી વખતે અમીષાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા પીઆર સ્ટન્ટ્સ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જેમાં તેને લખ્યું કે તેના નામે ત્રણ મોટી સોલો બ્લોકબસ્ટર ફિલ્મો છે: "કહો ના પ્યાર હૈ," "ગદર 1," અને "ગદર 2," જેણે રેકોર્ડબ્રેક કમાણી કરી છે. અમીષાએ કટાક્ષ કર્યો કે આજે પણ આ ફિલ્મો તેના કો આર્ટીસ્ટની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. તેને એ પણ સ્વીકાર્યું કે જ્યારે તની પીઆર મશીનરી બીજી એક્ટ્રેસ કરતા કમજોર હોઈ શકે છે, તેને પાસે અસલી હિટ ફિલ્મોનો ટ્રેક રેકોર્ડ છે.
ADVERTISEMENT

થોડા વર્ષો પહેલા અમીષાએ "ગદર 3" વિશે એક ફેંસના પ્રશ્નનો જવાબ આપતા X પર લખ્યું હતું કે, "મને સકીના (ગદરમાં તેનું પાત્ર) ખૂબ ગમે છે અને સકીના માટે તમારા બધાના પ્રેમની હું ખૂબ પ્રશંસા કરું છું. પણ હા જો મને "ગદર 3" ઓફર કરવામાં આવે તો હું માત્ર ત્યારે જ તે કરીશ જો હું સ્ક્રિપ્ટથી સંપૂર્ણ રીતે ખુશ હોઈશ, જેમ હું "ગદર 1" સાથે હતી."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, "ગદર 2" 2023 માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી. "ગદર 2"થી ઘણા વર્ષો પછી અમીષાએ મોટા પડદા પર કમબેક કર્યું હતું. પરંતુ ફેંસ તરફથી તેને મળેલો પ્રેમ અને પ્રશંસા તેની લાંબી ગેરહાજરી કરતાં વધુ હતો. સની દેઓલ સાથેની તેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ફેંસ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.