ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે ફિલ્મ ''ધુરંધર 2'', જુઓ ક્યારે

મનોરંજન / હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે ફિલ્મ ''ધુરંધર 2'', જુઓ ક્યારે

Published By: Bijal Vyas

Last Updated: 03:24 PM, 9 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2' એ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. દુનિયાભરમાં 1700 કરોડ રુપિયાથી વધુની કમાણી કર્યા પછી, આ ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર પણ પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.

ADVERTISEMENT

આદિત્ય ધરની એક્શન-સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2: ધ રીવેન્જ' એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. થિયેટરોમાં તેની સફળતા બાદ દર્શકો હવે તેની OTT રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ છેલ્લા સાત અઠવાડિયાથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ વચ્ચે, દર્શકો હવે OTT પ્લેટફોર્મ પર ફિલ્મનો એક અદ્રશ્ય અવતાર જોવા માટે તૈયાર છે. આ આશ્ચર્યથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે, અને રિલીઝ માટે તેમનો ઉત્સાહ વધુ વધી ગયો છે.

હકીકતમાં, 'ધુરંધર 2' ની OTT રિલીઝને લઈને સોશિયલ મીડિયા પર ઉત્તેજના વધી ગઈ છે, ઓફિશિયલ જાહેરાત થાય તે પહેલાં જ. આનું કારણ ફિલ્મનું ટાઇટલ કાર્ડ છે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયું છે. એક અહેવાલ મુજબ, 'ધુરંધર 2: ધ રિવેન્જ' 14 મેથી નેટફ્લિક્સ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રીમિંગ શરૂ થવાની ધારણા છે. વાયરલ ટાઇટલ કાર્ડ દ્વારા સૂચવવામાં આવ્યું છે કે ફિલ્મનું 'રો ઓર અનદેખા' વર્ઝન રિલીઝ થશે.

dhurandhaer 2 ottt reles

થિયેટરની સરખામણી વધારે હશે રન ટાઇમ

આ સાથે જ 'ધુરંધર 2' સંબંધિત જે માહિતી સામે આવી છે તેમાં તેના રનટાઇમનો ઉલ્લેખ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 3 કલાક અને 53 મિનિટ ચાલવાની આશા છે, જે થિયેટર વર્ઝન કરતા 3 મિનિટ લાંબી છે. ફિલ્મનો થિયેટર રનટાઇમ 3 કલાક, 49 મિનિટ અને 6 સેકન્ડ હતો.

રિપોર્ટ અનુસાર, માહિતી મળી રહી છે કે ફિલ્મ 'ધુરંધર 2' ની આંતરરાષ્ટ્રીય રિલીઝની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય દર્શકો તેને Jio Hotstar પર જોઈ શકશે. જોકે, હજુ સુધી આ વાતની ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી.

dhurandhar-2-ott-1

ફિલ્મ નિર્માતાને કહી આ વાત

તાજેતરમાં જિયો સ્ટુડિયોના સહ-નિર્માતા જ્યોતિ દેશપાંડેએ સંકેત આપ્યો હતો કે, ફિલ્મ નિર્માતાઓએ આ ફ્રેન્ચાઇઝ માટે એક સરપ્રાઇઝની યોજના બનાવી છે. તેમણે કહ્યું, "ધુરંધર હજુ પૂર્ણ થયું નથી. અમને આશા છે કે, આ વર્ષના અંત સુધીમાં દર્શકો માટે એક સરપ્રાઇઝ હશે. અમારી પાસે કંઈક ખાસ છે."

આ પણ વાંચોઃ ''જ્યારે મારો પૂરો શો આવશે ત્યારે...'', રોહિત શર્મા કરવા જઇ રહ્યાં છે ટીવી ડેબ્યૂ

1800 કરોડથી વધારે કમાણ કરી ચૂકી છે 'ધુરંધર 2'

તેમ છતાં 'ધુરંધર 2' ના બોક્સ ઓફિસ પ્રદર્શનની વાત કરીએ તો, ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન 1,791.55 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે, અને તે ટૂંક સમયમાં 1,800 કરોડ રુપિયાની કમાણીનો આંકડો પણ પાર કરે તેવી અપેક્ષા છે. ફિલ્મ રિલીઝ થયાને 51 દિવસ થઈ ગયા છે, અને તેની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dhurandhar 2 ott dhurandhar revenge ott release dhurandhar 2 ott release date

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ