ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ચિદમ્બરમનાં રિમાન્ડમાં વધારો
ADVERTISEMENT
INX કેસમાં પૂર્વ નાણાંમંત્રી ચિદમ્બરમની મુશ્કેલી વધી છે. તેમનાં રિમાન્ડ પૂર્ણ થતાં જ CBIએ ફરી તેમને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ વધારવાની માંગ કરી હતી. CBIએ વધુ 5 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. ત્યારે ચિદમ્બરમનાં વધુ 5 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવામાં આવતા તેમને 30 ઓગસ્ટે ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ચિદમ્બરમને સુપ્રીમનો હાઈવોલ્ટેજ ઝટકો
ADVERTISEMENT
પી ચિદમ્બરમને સુપ્રીમ અને CBI એમ બંને બાજુથી ડામ મળ્યા છે. જો કે CBIના રિમાન્ડ તો આજે પુરા થયા છે પણ સુપ્રીમ તેની જામીન અરજી લેવા જ નથી માંગતી એટલે હજુ સુધી સુનાવણીના લિસ્ટમાં પણ ચિદમ્બરમનું નામ નથી. આ સાથે દિલ્હી હાઈકોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી હતી તેના પર ફરી હાઈવોલ્ટેજ ઝટકો આપતાં સુપ્રીમે કહ્યું કે આપની તો ધરપકડ થઈ ચૂકી છે હવે આગોતરા જામીન અરજીનો કોઈ અર્થ નથી. સુપ્રીમે કહ્યું હતું કે જો CBI રિમાન્ડની વિરુદ્ધ જે અરજી છે અને તેમાં સુનાવણી કરવી છે તો રેગ્યુલર જામીન માટે અરજી કરવી પડશે.
ચિદમ્બરમ પર EDનું તોળાતું જોખમ
ADVERTISEMENT
CBIએ પી. ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ લઈ INX મીડિયા કેસમાં ઘણી બધી માહિતી અને નિવેદનો લીધા છે. હવે ચિદમ્બરમને રિમાન્ડ પર લેવા ED તલપાપડ થઈ રહ્યું છે. જો કે સુપ્રીમે આગોતરા જામીનની અરજી ફગાવી છે એટલે ED પણ ગમે ત્યારે ધરપકડ કરી શકે છે અથવા CBIમાંથી કેસ ટ્રાન્સફર લઈ પોતાની પુછપરછમાં લઈ શકે છે. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર CBI બાદ હવે આજથી ED ચિદમ્બરમનો વારો લે તેવી સંભાવના છે.
ADVERTISEMENT
EDની કાર્યવાહી મુદ્દે વકીલોની ચર્ચા
બીજી બાજુ EDની કાર્યવાહી મુદ્દે ચિદમ્બરના વકિલ તરીકે કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે EDનું સોગદનામું અમને મળ્યા પહેલાં ન્યુઝપેપરના ફંટ પેજ પહોંચી ગયું હતું. જેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આપને સોગંદનામું આપ્યું એ વખતે લીક થઈ ગયું હશે. જ્યારે સિબ્બલે આરોપ લગાવ્યો કે આ સોગદનામું EDએ જ લિક કર્યું હતું. જો કે તુષાર મહેતાએ કહ્યું કે કેસ ડાયરી હંમેશા કોર્ટને આપવામાં આવે છે. જ્યારે સિબ્બલે કહ્યું કે કોર્ટનો આદેશ છે કે EDની કેસ ડાયરી સબુત માટે કોર્ટમાં રજુ કરવામાં આવે. આજે બપોરે ED મામલે સુપ્રીમ સુનાવણી કરશે.
ADVERTISEMENT
ચિદમ્બરમને CBI, સુપ્રીમ અને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકા
પી. ચિદમ્બરમે પોતાને ધરપકડથી બચવા દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પરંતુ આ અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. જો કે સુપ્રીમે સમયની અવધિ હોવાથી આ અરજી પર સુનાવણી લંબાવી અને આજે કરી પણ નિર્ણય તો દિલ્હી હાઈકોર્ટનો જ બરકરાર રહ્યો કે જામીન નહીં મળે. આ સાથે 7 દિવસ પહેલાં CBI અને EDએ નોટિસ ફટકારી હતી . સાથે જ CBIએ 5 દિવસ રિમાન્ડ પર પણ લીધા અને હવે ED ચિદમ્બરમના રિમાન્ડ લેવાની તૈયારી કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ