ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દુઃખદ / મહેસાણામાં નર્સિંગ વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Published By: Vishal Khamar

Last Updated: 03:27 PM, 24 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે. હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

મહેસાણા જિલ્લામાં આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ બનાવે સમગ્ર કોલેજ તથા સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હોસ્ટેલના રૂમમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થિની B.Sc નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને કોલેજના હોસ્ટેલમાં રહેતી હતી. હોસ્ટેલના રૂમમાં જ ગળેફાંસો ખાઈ તેણીએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

કોલેજ પ્રશાસન અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી

મૃતક વિદ્યાર્થિની નવસારી જિલ્લાના રૂપાલા ગામની વતની હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ કોલેજ પ્રશાસન અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું.

મૃતદેહને પોલીસે પીએમ અર્થે મોકલ્યો

હાલમાં આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના પરિવારજનો તથા મિત્રો પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં આચાર સંહિતાનો ભંગ, ભાજપ ઉમેદવારોનું તલવારથી કરાયું સ્વાગત

બનાવને લઈ કોલેજમાં શોકનો માહોલ

આ બનાવને લઈને કોલેજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે વિદ્યાર્થીઓમાં પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Merchant Nursing College Mehsana Mehsana news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ