ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં આચાર સંહિતાનો ભંગ, ભાજપ ઉમેદવારોનું તલવારથી કરાયું સ્વાગત
Last Updated: 03:18 PM, 24 April 2026
ADVERTISEMENT
વડોદરા શહેરમાં ચૂંટણી આચાર સંહિતાના ભંગની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વોર્ડ નં. 3ના ભાજપ ઉમેદવારોની રેલી દરમિયાન ખુલ્લેઆમ તલવારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ફતેગંજ વિસ્તારમાં યોજાયેલી આ રેલી દરમિયાન અંદાજે 40થી વધુ યુવકો ખુલ્લી તલવારો લઈને ઊભા રહ્યા હતા અને ઉમેદવારોનું સ્વાગત કર્યું હતું.
ADVERTISEMENT

આ ઘટનામાં સ્થાનિક વ્યક્તિ ભગવાન ભરવાડ અને તેના સમર્થકોનું નામ સામે આવ્યું છે, જેમણે તલવારો સાથે આ પ્રદર્શન કર્યું હતું. જાહેર સ્થળે આ પ્રકારનું હથિયાર પ્રદર્શન માત્ર કાયદાકીય દ્રષ્ટિએ જ નહીં પરંતુ ચૂંટણી આચાર સંહિતાના નિયમો મુજબ પણ ગંભીર ઉલ્લંઘન ગણાય છે.
ADVERTISEMENT
સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન છે કે આવી ખુલ્લી આચરણ વિરુદ્ધ ચૂંટણી પંચ અને પોલીસ શું કાર્યવાહી કરશે? જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને પડકારતી આ ઘટના સામે સત્તાવાળાઓ મૌન કેમ છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ કાર્યવાહી થઈ હોવાની માહિતી સામે આવી નથી. પરંતુ આ ઘટના ચૂંટણી દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. જો યોગ્ય અને તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો આવી ઘટનાઓ ફરી બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આકરી ગરમી માટે રહો તૈયાર, પારો પહોંચશે 43 ડિગ્રીને પાર, જાણો લેટેસ્ટ આગાહી
ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિયમિત પ્રક્રિયા જાળવવી અત્યંત આવશ્યક છે, ત્યારે આવી ઘટનાઓ લોકશાહી વ્યવસ્થાની વિશ્વસનીયતાને અસર પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT