બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિચિત્ર વાત! દુલ્હાએ દહેજ લેવાનો ઇન્કાર કર્યો તો સસરાએ લગ્ન જ તોડી નાખ્યા

ગજબ / વિચિત્ર વાત! દુલ્હાએ દહેજ લેવાનો ઇન્કાર કર્યો તો સસરાએ લગ્ન જ તોડી નાખ્યા

Nirav Kumar

Last Updated: 09:53 PM, 6 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દહેજ પ્રથા રદ કર્યાને દશકાઓ વીતી ગયા પણ સમાજમાં આજે પણ અનેક લોકોએ આ પ્રથા છોડી નથી. દહેજને લાગતો આવો જ એક વિચિત્ર કિસ્સો Reddit પર સામે આવો છે.

એક તરફ લોકો આધુનિક બનીને મોર્ડન વિચારો અપનાવી રહ્યા છે તો બીજી તરફ આજે પણ અમુક લોકો દકીયાનુસી વિચારમાંથી બહાર નીકળ્યા નથી. અમુક લોકો ગમે તેટલા ભણી ગણી લે પરંતુ દહેજ આપવાને અને લેવાને સામાન્ય બાબત ગણે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ સ્ટોરી એક રેડિટ યુઝરે શેર કરી છે. જેમાં તેને કહ્યું હું કે, આ ઘટના તેના પિતરાઈ ભાઈ સાથે બની હતી. તેનો ભાઈ એક સમજદાર અને કમાનાર વ્યક્તિ છે. તેને લગ્નનો સારો પ્રસ્તાવ મળ્યો હતો. છોકરો અને છોકરી બંને એકબીજાને પસંદ પણ કરતા હતા અને બંને પરિવારો સંમત થયા હતા પરંતુ દહેજને કારણે તેમનો સંબંધ તૂટી ગયો હતો.

Reddit
  • "દહેજ નથી સ્વીકારતો મતલબ તેનામાં ખોટ હશે"
    જેમાં છોકરીના પિતા વારંવાર દહેજ આપવાની ઓફર કરતા હતા. તેમને ભેટ તરીકે રેન્જ રોવર કે ડુપ્લેક્સ ફ્લેટ ઓફર કર્યા હતા. પરંતુ તેના ભાઈએ દરેક વખતે ના પાડી હતી.. છેવટે છોકરીના પિતાએ સંબંધ તોડી નાખ્યો હતો અને કહ્યું હતું કે, તે દહેજ નથી લઇ રહ્યો હોય તો જરૂર તેનામાં કંઈક ખોટ હશે. છોકરીના પિતા એવું સમજતા હતા કે, એક હાઈ લેવલનો માણસ તેની કિંમત જાણે છે. Xiaomi અને Vivo ફોન સસ્તામાં મળે છે, પરંતુ લોકો iPhone ખરીદવા માટે લાખો ખર્ચ કરે છે કેમ કે તેની કિંમત હોય છે. તેમનો મતલબ એ હતો કે, જો તેમનો થનારો જમાઈ દહેજ નથી લઇ રહ્યો મતલબ કે તે કાબિલ નથી.

વધુ વાંચો : VIDEO: એક રૂપિયામાં ખરીદો iPhone 17! પાપા કી પરીનો ગજબ આઈડિયા, વીડિયો વાયરલ

આ પોસ્ટ વાયરલ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. જેમાં લોકો પોતાના અનુભવો અને વિચાર શેર કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "ક્યારેક મામલો બગડી ગયો હોય ત્યારે દહેજ એક સોદાનું સાધન બની જાય છે અને જેમની પાસે પૈસા હોય તેઓ પોતાનો દબદબો બનાવી રાખવા બીજું કંઇક ઈચ્છતા હોય છે, તેવો જ આ મામલો લાગી રહ્યો છે."  

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dowry System Reddit Marriage Proposal
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ