બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શું રોહિત શર્મા ICC વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે? ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

સ્પોર્ટ્સ / શું રોહિત શર્મા ICC વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે? ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

Priykant Shrimali

Last Updated: 03:00 PM, 21 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC World Cup : રોહિત શર્માની હેમસ્ટ્રિંગ ઈજા અને હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય, અહીં જાણો તમામ માહિતી

ICC World Cup : આગામી ICC વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટમાં ચિંતાજનક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસને લઈને હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અહેવાલો મુજબ BCCI અને પસંદગીકારો બંને ખેલાડીઓની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમનું આયોજન શરૂ થઈ ગયું છે. જોકે, રોહિત શર્માની હેમસ્ટ્રિંગ ઈજા અને હાર્દિક પંડ્યાની બોલિંગ ફિટનેસ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની છે.

રોહિત શર્મા તાજેતરમાં ઈજાના કારણે IPLના કેટલાક મહત્વપૂર્ણ અઠવાડિયા ચૂકી ગયો હતો. પસંદગીકારોએ તેની પાસેથી ફિટનેસ રિપોર્ટ પણ માંગ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને 50 ઓવરની મેચોમાં લાંબા સમય સુધી ફિલ્ડિંગ અને સતત પ્રદર્શન જાળવવાની ક્ષમતાને લઈને BCCIમાં ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ, હાર્દિક પંડ્યા પણ છેલ્લા કેટલાક સમયથી મેદાનથી દૂર રહ્યો છે. અહેવાલો મુજબ, તેણે કમરના દુખાવાની ફરિયાદ કર્યા બાદ કોઈ સ્પર્ધાત્મક મેચ રમી નથી. ટીમ મેનેજમેન્ટને સૌથી વધુ ચિંતા એ વાતની છે કે હાર્દિક પૂર્ણ શક્તિ સાથે 10 ઓવર બોલિંગ કરી શકશે કે નહીં.

આ પણ વાંચો : KKR સામે હાર બાદ હાર્દિક પંડ્યાને BCCIનો મોટો ઝટકો, ફટકારાયો આવડો મોટો દંડ

વર્લ્ડ કપ પહેલા હવે બહુ ઓછી ODI મેચો બાકી હોવાથી ટીમ ઈન્ડિયા માટે યોગ્ય કોમ્બિનેશન તૈયાર કરવું વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. યુવા ખેલાડીઓ જેમ કે યશસ્વી જયસ્વાલ અને ઇશાન કિશનને પણ બેકઅપ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. જો કોઈ કારણસર રોહિત શર્મા ઉપલબ્ધ ન રહે તો ટીમ પાસે તૈયાર ઓપનર હોવો જરૂરી માનવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Rohit Sharma ICC ODI World Cup
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ