બ્રેકિંગ ન્યુઝ
VTV / Food and Recipe / sooji gulabjamun recipe
મોટાભાગે આપણે માવા કે રેડી મિક્સમાંથી જ ગુલાબજાંબુ બનાવતા હોઇએ છીએ. ઘરમાંથી આમાંનું કઈંજ ન હોય અને છતાં ગુલાબજાંબુ ખાવાની ઇચ્છા થાય તો બનાવી શકાય છે ખૂબજ ટેસ્ટી સોજીનાં ગુલાબજાંબુ.
ADVERTISEMENT
સામગ્રી:
1 કપ સોજી
2 કપ ખાંડ
2 કપ દૂધ
2 ચમચી ઘી
1 2 એલચી
દોઢ કપ પાણી
તળવા માટે તેલ/ઘી
ચાસણી બનાવવા માટે:
એક પેન લઈ તેને ગરમ થવા મુકી દો. પેન ગરમ થઈ જાય એટલે તેમાં પાણી અને ખાંડ ઉમેરો. હવે ખાંડ પાણીમાં જ્યાં સુધી ન ગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો, જેથી ખાંડ વાસણમાં ચોંટી ન જાય. હવે વાસણને પાંચ મિનિટ માટે ઢાંકી દઈ પાણી ઉકળવા દો. ચાસણી બે ત્રણ તારની થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી થવા દો.
ADVERTISEMENT

બનાવવાની રીત:
એક પેનમાં એક મોટી ચમચી ઘી લઈ તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ થવા દો. દૂધ ગરમ થાય એટલે તેમાં સોજી ઉમેરી તેને સતત હલાવતા રહો. જેથી સોજી વાસણમાં ચોંટે નહીં અને તેમાં ગાંઠ ન રહી જાય. સોજી દૂધ શોષી લે અને માવા જેવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી સતત હલાવો.
ADVERTISEMENT
મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ લો અને તેમાં એલચી પાઉડર ઉમેરી હાથથી મસળી લો. હવે આ મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી લો. એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકી દો. તે ગરમ થઈ જાય એટલે તે હલકા ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લો. તે તળાય જાય એટલે તેને ચાસણીમાં ઉમેરી 5 મિનિટ માટે રહેવા દો. ચાસણી તેમાં ચડી જાય એટલે તેને સર્વ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.