ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / sony releases 40th anniversary walkman

40th anniversary / 40 વર્ષનું થયું વોકમેન: સોનીએ લોન્ચ કરી ખાસ એડિશન

Published By: vtvAdmin

Last Updated: 09:58 PM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા મહિને એક જમાનાના આઇકોનિક ગણાતા ગેજેટે તેની 40 મી વર્ષગાંઠની ઉજવણી કરી. આ વાત છે સોની કંપનીના દુનિયાભરમાં જાણીતા વોકમેનની. સોની વોકમેન અનેક લોકો માટે સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. સોનીએ 1979 માં પ્રથમ વખત વોકમેન લોન્ચ કર્યું અને તે દુનિયાભરમાં છવાઇ ગયું હતું.

ADVERTISEMENT

આ લોકપ્રિય ગેજેટને 40 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સોનીએ વોકમેનની ખાસ એડિશન રજુ કરી છે. હાલ યુરોપમાં નવુ વોકમેન લોન્ચ કરવામાં આવ્યું છે.જેની કિંમત 440 યુરો (આશરે 34,800 રૂપિયા) છે. જો કે તેમાં તમે જૂની કેસેટ સાંભળવાનો રોમાંચ માણવા મળશે તેમ માનતા હો તો નિરાશ થશો.

વોકમેનના લેટેસ્ટ મોડલ NW-A100TPS માં ઓડિયો પ્લેબેક સાથે મ્યુઝીક સ્ટ્રીમિંગનું ફિચર છે. સારી વાત એ છે કે તે જુના કેસેટ પ્લેયર વોકમેનની ડિઝાઇનવાળું સોફટકેસ આપવામાં આવ્યું છે.જે તેને એક કલાસિક લુક આપે છે. આ કેસની પાછળની બાજુએ 40 મી વર્ષગાંઠનો લોગો પણ બનાવવામાં આવ્યો છે. આ સ્પેશિયલ એડિશન વોકમેન અંગે સોની કહે છે કે એકવાર ચાર્જ કર્યા પછી 26 કલાક સુધી બેટરી ચાલે છે.

વોકમેનમાં 16 જીબી સ્ટોરેજ અને 3.6 ઇંચનું ડિસ્પ્લે છે.તેમાં હેડફોન જેક છે અને બ્લુટુથથી પણ કનેકટ થઇ શકે છે. 1980ના દાયકામાં લાઇફ સ્ટાઇલ ગેજેટસમાં વોકમેનનું નામ ટોચ પર હતું.
લગભગ વીસ વર્ષ સુધી દુનિયાભરમાં વોકમેનનો દબદબો રહ્યો.

વોકમેન એ જમાનામાં એટલું જ પોપ્યુલર હતું જેટલું 2000ના દશકામાં એપલનું આઇપોડ હતું.એવું પણ કહેવાય છે કે જો વોકમેન ન હોત તો આઇપોડ પણ ન હોત.એપલે વોકમેન પરથી પ્રેરણા લઇને જ આઇપોડ બનાવ્યું હતું. વોકમેન પણ સમય જતાં અપગ્રેડ થયું હતું. કેસેટનું સ્થાન સીડીએ લીધુ એટલે સોનીએ ડિસ્કમેન માર્કેટમાં મુકયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

IFA 2019 MP3 Players Mobile Accessories ગુજરાતી ન્યૂઝ વોકમેન સોની 40th anniversary Walkman

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ