ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 30 ઓક્ટોબરે કંઈક મોટું થશે! સૂર્ય તરફ જઈ રહ્યું છે 'એલિયન' ઓબ્જેક્ટ, જાણો ભવિષ્યવાણી

ખતરનાક / 30 ઓક્ટોબરે કંઈક મોટું થશે! સૂર્ય તરફ જઈ રહ્યું છે 'એલિયન' ઓબ્જેક્ટ, જાણો ભવિષ્યવાણી

Published By: Nirav Kumar

Last Updated: 08:35 PM, 27 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 કે 30 ઓક્ટોબર 2025ના રોજ મેનહટન ટાપુના કદ જેટલો પદાર્થ સૂર્યની સૌથી નજીકથી પસાર થવાનો છે. જેમાં એક મહત્વનું ટેસ્ટીંગ થશે કે, તે સૂર્યની પરિક્રમા કરતી વખતે એક્સ્ટ્રા એનર્જી મેળવે છે કે નહીં. જેનાથી જાણવા કે, પૃથ્વીવાસીઓ બ્રહ્માંડમાં એકલા છે કે નહીં.

ADVERTISEMENT

વર્ષોથી માનવજાત એક સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહી કે, આ બ્રહ્માંડમાં આપણે એકલા છીએ? કે પછી ખરેખર બીજે ક્યાંક પણ જીવન અસ્તિત્વમાં છે? પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી ડૉ. મિચિયો કાકુના દાવા મુજબ આ રહસ્ય પરથી ટૂંક સમયમાં પડદો ઉઠી શકે છે. તેમના અંદાજ મુજબ, 29 કે 30 ઓક્ટોબર 2025 સુધીમાં ખગોળશાસ્ત્રીઓ નક્કી કરી શકશે કે 3I/ATLAS નામનો અવકાશ પદાર્થ અવકાશનો કુદરતી ટુકડો છે કે ડિઝાઇનનું પરિણામ છે. જે વિજ્ઞાન માટે એક મોટી ઘટના હશે, જે સંભવિત રીતે આપણી ગેલેક્સીમાં બીજી જગ્યાએ સંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે કે નહીં તેનો નિર્ણાયક ટેસ્ટ સાબિત થશે.

સિટી કોલેજ ઓફ ન્યૂ યોર્કના પ્રોફેસર અને "ક્વોન્ટમ સુપ્રિમસી" ના લેખક ડૉ. મિચિયો કાકુ, વિજ્ઞાન અને અનુમાન વચ્ચેની સીમાઓનું એનાલિસિસ કરવા માટે જાણીતા છે. તેમને તાજેતરમાં સમજાવ્યું હતું કે ખગોળશાસ્ત્રીય સમુદાય 3I/ATLAS ના વાસ્તવિક પ્રકૃતિ પર વિભાજિત છે.

તેમના મતે, મોટાભાગના વૈજ્ઞાનિકો એવું માને છે કે આ પદાર્થ એક સરળ ખડક છે, જેમ કે આપણા સૌરમંડળમાંથી પસાર થતા અન્ય અવકાશ ખડકની માફક. પરંતુ સંશોધકોનું એક નાનુ જૂથ એવું પણ માને છે કે આ પદાર્થ કૃત્રિમ હોઈ શકે છે કે કોઈ એડવાન્સ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત પણ હોઈ શકે છે.


vtv app promotion

મેનહટન ટાપુના કદ જેટલો અંદાજિત આ પદાર્થ 29 કે 30 ઓક્ટોબર 2025 ના રોજ સૂર્યની સૌથી નજીકથી પસાર થવાનો છે, જેને પેરિહેલિયન કહેવાય છે. આ ઘટના ખગોળશાસ્ત્રીઓ માટે ખબ મહત્વની છે. આ સમય દરમિયાન વૈજ્ઞાનિકો ટેસ્ટ કરી શકશે કે  3I/ATLAS માત્ર પ્રિડિક્ટેબલ ઓર્બિટલ મિકેનિક્સનું પાલન કરે છે કે તે ભૌતિકશાસ્ત્રના નિયમોને ચેલેન્જ કરે છે.

ડૉ. કાકુએ આ અંગે સમજાવ્યું હતું કે, જો તે સૂર્યની પરિક્રમા કરતી વખતે એક્સ્ટ્રા એનર્જી મેળવે છે તો તે ઊર્જાના સંરક્ષણના સામાન્ય ક્ષેત્રની બહાર હશે. મતલબ કે, તે કોઈ બુદ્ધિમત્તા તેને માર્ગદર્શીત કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો જો 3I/ATLAS ગુરુત્વાકર્ષણ દ્વારા સમજાવી શકાય તે કરતાં વધુ સ્પીડવાળું થઇ જાય તો તે એવી ટેકનોલોજી અથવા પ્રોપલ્શન સિસ્ટમનો સંકેત હોઈ શકે છે જે માનવ દ્વારા બનાવવામાં આવી છે. આ શોધ આપણા બ્રહ્માંડ વિશેની આપણી સમજને બદલી શકે છે.

વધુ વાંચો : VIDEO: આવી ઘડિયાળ તમે જિંદગીમાં ક્યાંય નહીં જોઈ હોય, જ્યાં ઘડિયાળની અંદર છે માણસ

જો 3I/ATLAS અપેક્ષા કરતાં વધુ સ્પીડવાળું થઇ જાય તો તે માત્ર એક અવકાશ ખડક નહીં રહે. તે પૃથ્વી પર એક અભૂતપૂર્વ વૈજ્ઞાનિક રહસ્યોદ્ઘાટન હશે, જે ગેલેક્સીમાં બીજી એડવાન્સ સભ્યતાના અસ્તિત્વનો નક્કર પુરાવો આપશે. જે પુષ્ટિ કરશે કે પૃથ્વીવાસીઓ બ્રહ્માંડમાં એકલા નથી. આ શોધ આપણા કોસ્મિક પડોશીઓ વિશે વિચારવા મજબૂર કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Scientists 3I/ATLAS Astronomers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ