ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:12 AM, 2 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
શનિવારે કેજરીવાલે લીધી હતી ગુજરાતની મુલાકાત
ગુજરાત ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને જીત અપાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ગાંધીધામ અને જૂનાગઢમા જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એક ગરબા કાર્યક્રમમાં પણ સામેલ થયા. આ અવસર પર કોઈએ અરવિંદ કેજરીવાલ પર બોટલ ફેંકી.
ADVERTISEMENT
કાર્યક્રમમાં કેજરીવાલ પર એક શખ્સે બોટલ ફેંકી
રાજકોટનાં ખોડલધામ ગરબા કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ થયા હતા. તેમની સાથે પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા, નીલ સિટી ક્લબનાં ડાંડીયા કાર્યક્રમમાં તેમણે ગરબામા પણ ભાગ લીધો. ખોડલધામ ગરબામા જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત થઈ રહ્યા હતા ત્યારે તેમના પર કોઈ શખ્સે પાણીની બોટલ ફેંકી, જોકે કેજરીવાલ પર બોટલ ફેંકનાર શખ્સ કોણ હતો, એ સામે આવ્યું નથી.
ADVERTISEMENT
.jpg)
આજરોજ રાજકોટ ખાતે પંજાબના મુખ્યમંત્રીશ્રી @BhagwantMann જીએ ગરબામાં ઉપસ્થિતિ રહી, માતાજીની આરતીનો લ્હાવો લઈ દેશને નંબર વન બનાવવાની પ્રાર્થના કરી. pic.twitter.com/I5tf7ndvEI
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 1, 2022
ADVERTISEMENT
પોતાની આ મુલાકાત દરમિયાન કેજરીવાલે બે જનસભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાતની જનતા પાસે 27 વર્ષથી વિકલ્પ ન હતો, પણ આ વર્ષે આમ આદમી પાર્ટી વિકલ્પ છે અને હવે ગુજરાતમા પરિવર્તન થઈને રહેશે. ગુજરાતની જનતા આ લોકોને 27 વર્ષથી સહન કરી રહી હતી. હવે તેમનો અહંકાર તોડવાનો સમય આવી ગયો છે.
ADVERTISEMENT
27 साल से आपके पास विकल्प नहीं था। इस बार ऊपर वाले ने मौका दिया है।
— AAP (@AamAadmiParty) October 1, 2022
यह मौका है अपने बच्चों का भविष्य बनाने का।
-CM @ArvindKejriwal #EkMokoAAPoKejriwalNe pic.twitter.com/e4recn1rKd
ADVERTISEMENT
બીજેપી અને કોંગ્રેસ પર લગાવ્યો સાંઠગાંઠનો આરોપ
સરકારી રિપોર્ટનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં ભારે બહુમતી સાથે AAPની સરકાર બનવા જઈ રહી છે. ત્યારથી આ લોકો પાગલ થઈ ગયા છે. તેઓએ ચારેબાજુ ગુંડાગર્દી શરૂ કરી છે અને લોકોને ધમકાવવાનું શરૂ કર્યું છે. ભાજપ અને કોંગ્રેસની ગુપ્ત બેઠકો થઈ રહી છે કે ગમે તે થાય, AAPની સરકાર ન આવે. જો AAPની સરકાર આવશે તો લૂંટ બંધ થશે અને તમામ પૈસા શાળાઓ અને હોસ્પિટલો બનાવવા માટે જશે.
ભગવંત માને બીજેપી પર સાધ્યો નિશાનો
ગુજરાતનાં જુનાગઢમા જનસભાને સંબોધિત કરતાં પંજાબના સીએમ ભગવંત માને બીજેપી પર નિશાનો સાધ્યો. તેમણે બીજેપીનાં 'અચ્છે દિન' નારા પર નિશાન સાધતાં કહ્યું કે મને એ નથી ખબર કે તમારા સારા દિવસો આવ્યા કે નહીં, પણ ડિસેમ્બર બાદ કેજરીવાલ 'સચ્ચે દિન' જરૂર આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો