ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હાઇ બીપીથી બ્રેઇન સ્ટ્રોકનો ખતરો 50 ટકા સુધી વધી જાય છે. કેમકે લાંબા સમય સુધી વધતા દબાણના કારણે ધમનીઓ સંકોચાઇ જાય છે. તેનાથી હ્રદયને બ્લડ પંપ કરવામાં પરેશાની થાય છે. ખાણીપીણી અને જીવનશૈલીમાં બદલાવ કરીને તમે પણ હાર્ટને હેલ્ધી રાખી શકો છો.
ADVERTISEMENT
હાર્ટની ફિટનેસ માટે આટલુ ખાસ ધ્યાન રાખો
- છ મિનિટમાં પાંચસો મીટર પગપાળા ચાલો. આ દરમિયાન શ્વાસ ફુલવા કે અન્ય કોઇ સમસ્યા ન થાય તો હાર્ટને સ્વસ્થ
માનવામાં આવે છે.
ADVERTISEMENT
- હાઇ ફાઇબરવાળી વસ્તુઓ જેમકે સોયાબીન, દલિયા, છાલવાળી મગની દાળ, અંકુરિત અનાજ, ફળ શાકભાજી અને
લસણ તેમજ આદુ નિયમિત લો.
- રાત્રે છથી આઠ કલાકની ઉંઘ જરુર લો. તેનાથી ઓછી ઉંઘ લેનારને હાર્ટ સ્ટ્રોકનો ખતરો રહે છે. સારી ઉંધથી કાર્યક્ષમતા
પણ યોગ્ય રહે છે.
ADVERTISEMENT
- મોટાભાગના આહારમાં સ્વાદ વધુ અને પોષણ ઓછુ હોય છે. તેથી સ્વાદના ચક્કરમાં તેની પર ધ્યાન આપવાનું ન ચુકતા. આહારમાં અળસી, ધનિયા, ડુંગળી, આંબળા, સફરજન, સંતરા, અખરોટ, નારિયેળ તેલ, બદામ, પિસ્તા, અંકુરિત દાળ અને ડાર્ક ચોકોલેટ સામેલ કરો.

ADVERTISEMENT
આ છે ફિટ રહેવાના મંત્રો
- આહારમાં ગ્રેવીવાળા ફુડ ન લો. તેમાં ક્રીમ, ઘી, બટર અને શુગર વધુ હોય છે. આવા ભોજનની અસર હાર્ટ અને ધમનીઓ
પર થાય છે.
ADVERTISEMENT
- વધુ પડતા તણાવમાં ન રહો. કારણ વગરની ચિંતાઓ ન કરો, ચિંતા ચિતા સમાન એટલે જ કહેવાય છે. તેનાથી નસોમાં સંકોચનથી આર્ટરીઝ બ્લોક થાય છે અને હ્રદય રોગનો ખતરો વધે છે.
- કોઇ પણ કામમાં ઉતાવળ ન કરો. કામ જલ્દી ન થાય તો ગુસ્સો આવે છે. તેનાથી રક્તપ્રવાહ વધે છે અને હ્રદયની શિરાઓ ફાટવાનો ખતરો રહે છે.
ADVERTISEMENT
- ખાણીપીણીમાં જંકફુડ, સોફ્ટ ડ્રિંક્સ, માખણ, તળેલુ કે બહારનુ જમવાનુ અવોઇડ કરો.
- રોજ 30 મિનિટ કાર્ડિયો એક્સર્સાઇઝ કરો. તેમાં જોગિંગ, સાઇકલિંગ, સ્વીમિંગ, બ્રિસ્ક વોક સામેલ કરો. 15થી 30 મિનિટ સુધી યોગ અને પ્રાણાયમ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT