ન્યૂઝ અપડેટ્સ
VTV / Tech & Auto / smartphone health virus infection
ADVERTISEMENT

ADVERTISEMENT
તાવ, વહેતું નાક, ગળા, માંસપેશીઓ કે માથાનો દુખાવો, ઉધરસ અને થાક વગેરે લક્ષણો દેખાય ત્યારે આ ડિવાઇસ કહી દેશે કે વ્યકિતને કોઇ ચેપની અસર છે કે કેમ? બેટરીથી કામ કરતું આ ડિવાઇસ ટોક્યો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ તૈયાર કર્યું છે.
ટીમના વડા પ્રોફેસર યોશીહિરો મિનાગાવાએ જણાવ્યું હતું કે ડિવાઇસ ઈંટની સાઇઝનું છે. તેમાં મેગ્નિફાઇંગ લેન્સ છે જેના પર સ્માર્ટફોનનો કેમેરો ફીટ થઇ શકે છે આ ઉપકરણની નીચે એક ટ્રે મૂકવામાં આવે છે જેમાં દર્દીના જૈવિક પ્રવાહીના થોડા ટીપાં મૂકવામાં આવે છે.
ADVERTISEMENT
આ પછી ડિવાઇસમાં રહેસી એલઇડી લાઇટ અનેક વખત ચાલુ-બંધ થાય છે અને સ્માર્ટ ફોનની ખાસ એપમાં વાઇરસ કે બેકટેરિયા ચમકતા ધબ્બા સ્વરુપે દેખાય છે. આ ડિવાઇસના પરીક્ષણમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સફળતાપુર્વક જોઇ શકાયા હતા અને 60 ટકા સાચા પરિણામો મળ્યા હતા.

ADVERTISEMENT
પ્રોફેસર યોશીહિરો મિનાગાવા વધુમાં કહે છે કે જયારે લેબોરેટરી ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં દર્દીને ચોક્કસ ચેપ લાગ્યો છે તેટલી ખબર પડે તે પણ તેની તરત જ સારવાર શરુ કરવા માટે પુરતું છે. આ ડિવાઇસથી લેબોરેટરી કરતા વધુ ઝડપી રિઝલ્ટ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો