બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ફેશન અને સૌંદર્ય / skin care tips how to get rid of face wrinkles

Face Wrinkles / શિયાળામાં ચહેરા પરની કરચલીઓનો રામબાણ ઈલાજ, ફૉલો કરો આ ઘરગથ્થુ ટીપ્સ

Premal

Last Updated: 05:38 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. પરંતુ ચહેરા પર કરચલીઓને કારણે લુક ફીક્કુ પડી જાય છે. તમે આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયોને અપનાવી શકો છો. જેનાથી ચહેરા પરની કરચલીઓ દૂર થઇ શકે છે.

  • શું તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઇ છે?
  • છૂટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય
  • ખોટુ ખાનપાન, તણાવ વગેરેને કારણે થાય છે આ સમસ્યા

ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવવા શું કરશો?  

આજકાલ ઉંમર વધતા પહેલા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. ખોટુ ખાનપાન, તણાવ વગેરેને કારણે આ સમસ્યા થાય છે. એવામાં સ્કિનની યોગ્ય રીતે સારસંભાળ રાખવામાં આવે તો તમે ચહેરા પરની કરચલીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. ઘણા લોકો કરચલીઓને ઘટાડવા માટે મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, જેનાથી સ્કિન ડેમેજ થઇ શકે છે. કરચલીઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો. 

ચણા દાળ અને એલોવેરા

ચહેરાની કરચલીઓમાંથી રાહત મેળવવા માટે ચણાની દાળના પેસ્ટમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. 

કેળાની પેસ્ટ

કેળા આરોગ્યની સાથે-સાથે સ્કિન માટે ખૂબ ફાયદાકારક હોય છે. જેના માટે પાકેલા કેળાના ટુકડા કાપી લો. હવે તેને સારી રીતે મેશ કરો. આ પેસ્ટથી ચહેરા પર મસાજ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ નાખો. 

ઈંડાની જરદી અને ટામેટા

ઈંડાની જરદીમાં ટામેટાનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. થોડા સમય બાદ પાણીથી ધોઈ નાખો. જેનાથી કરચલીઓ ઓછી થવામાં મદદ મળી શકે છે.

કાકડીનુ જ્યુસ લગાવો 

કાકડી સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. તમે કાકડીના જ્યુસને ચહેરા પર લગાવી શકો છો. તમે ઈચ્છો તો કાકડી અને ટામેટાના જ્યુસને મિક્સ કરીને પણ સ્કિન પર લગાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Face Massage Face Wrinkles Skin Care Tips ચહેરાની કરચલીઓ Face Wrinkles
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ