ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / shri krishna nitish bharadwaj wife ias smita bharadwaj seeks help of court for sale of property
Last Updated: 09:00 PM, 24 February 2024
ADVERTISEMENT
ટીવી સીરિયલમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવનાર નીતિશ ભારદ્વાજ અને તેમની પત્ની IAS સ્મિતા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. નીતિશ ભારદ્વાજ અને તેમની પત્ની સ્મિતા વચ્ચે સતત મતભેદ વધી રહ્યો છે. નીતિશ ભારદ્વાજની પત્નીએ તેમના પર માનસિક શોષણનો આરોપ મુક્યો છે અને પોલીસ ફરિયાદ કરી છે. નીતિશ ભારદ્વાજે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્મિતાએ નીતિશ ભારદ્વાજની સંપત્તિ વેચવા માટે કોર્ટનો સહારો લીધો છે. આ મામલે સ્મિતાના વકીલ ચિન્મય વૈદ્યએ શું નિવેદન આપ્યું છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બીજી પત્નીએ કોર્ટ પાસેથી માંગી મદદ
મીડિયા રિપોર્ટ અનુસાર સ્મિતા ભારદ્વાજે મુંબઈની ફેમિલી કોર્ટ પાસે નીતિશની સંપત્તિ વેચવા માટે કોર્ટની મદદ માંગી છે. તલાકના બદલે પૈસાની માંગ કરી છે. સ્મિતાએ આરોપ મુક્યો છે કે, કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં નીતિશ બાળકોના ઉછેર માટે પૈસા નથી આપી રહ્યા. દર મહિને દીકરીઓના ખર્ચા માટે 10 હજાર રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટમાં અરજી
સ્મિતાએ નીતિશ ભારદ્વાજના વાયદા અનુસાર દર મહિને બંને દીકરીઓને 10 હજાર રૂપિયાની રકમની રિકવરી માટે કોર્ટમાં અરજી કરી છે. આ અરજીને ડાર્કહસ્ટ કહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોર્ટે પ્રતિબદ્ધતાને વિધિવત રીતે દાખલ કરી છે, જેના આધાર પરઅંતરિમ આદેશ પસાર કરવામાં આવ્યો છે. નીતિશની પૂર્વ પત્નીએ જૂના સામાનના વેચાણ માટે કોર્ટ પાસેથી મદદ માંગી છે, જેથી જે પણ પૈસા મળે તેનાથી દીકરીઓનો ઉછેર થઈ શકે.
ADVERTISEMENT
વકીલનું નિવેદન
આ મામલે IAS સ્મિતાના વકીલ ચિન્મય વૈદ્યે આ બાબતે માત્ર એટલું જ કહ્યું છે કે, ફેમિલી કોર્ટમાં ડાર્કહસ્ટ દાખલ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ