ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:04 PM, 24 February 2024
ADVERTISEMENT
અર્જુન રામપાલ હાલમાં વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ક્રેક: જીતેગા તો જીતેગા’ને કારણે ચર્ચામાં આવી ગયા છે. આ ફિલ્મ શુક્રવારે બોક્સઓફિસ રિલીઝ થઈ છે. ફિલ્મ ‘ક્રેક: જીતેગા તો જીતેગા’ની સ્ટારકાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. અર્જુન રામપાલે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, તેમની મોટી દીકરી મહિકા રામપાલ અભિનેત્રી બનવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બાળપણથી જ એક્ટિંગ કરવા માંગે છે
અર્જુન રામપાલે જણાવ્યું છે કે, મહિકા ટૂંક સમયમાં બોલીવુડમાં કામ શરૂ કરશે અને તે માટે ખૂબ જ ઉત્સાહિત છે. મહિકા શરૂઆતથી જ એક્ટિંગ કરવા માંગે છે. સ્કૂલના સમયથી જ થિએટર કરતી હતી અને તેનું પાત્ર ખૂબ જ સારું ભજવે છે. તે ઘરમાં પણ લોકોનું મનોરંજન કરે છે, હું નાનો હતો ત્યારે હું પણ આવો જ હતો.
ADVERTISEMENT
લંડનની ફિલ્મ સ્કૂલમાંથી ડિગ્રી લીધી
અર્જુન રામપાલે વધુમાં જણાવ્યું કે, ‘મહિકાએ લંડનમાં ‘મેટ ફિલ્મ સ્કૂલ’માંથી સ્નાતકની ડિગ્રી લીધી છે. મેં તેને કહ્યું કે, ફિલ્મ બનાવવાના તમામ તબક્કા વિશે સમજી વિચારીને ફિલ્મ બનાવવામાં આવે છે, જે સરળ કામ નથી. જો તમને એક્ટિંગ ગમતી હોય તો તમે એક્ટિંગ કરી શકો છો, પણ તે માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તે ખૂબ જ સમજદાર છે અને મને વિશ્વાસ છે કે, તે ખૂબ જ સારું કામ કરશે.’

ADVERTISEMENT
કરિઅરમાં ઘણા ઉતાર ચડાવ આવે છે
અર્જુન રામપાલે કહ્યું કે, ‘મેં મારા જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોયા છે, બધુ બરાબર ના ચાલતું હોય ત્યારે તમે શું ફીલ કરી રહ્યા છો, તે મને ખબર છે. ચિંતા, ડિપ્રેશન, નવા કામ એટલા માટે કરવા માંગુ છું, કારણ કે મને તેમાં મજા આવે છે. જે મને ગમે છે. મેં માહિકાને પણ આ જ કહ્યું છે.’
ADVERTISEMENT
સફર જાતે જ નક્કી કરવું પડશે
અર્જુન રામપાલે જણાવ્યું કે, ‘મેં તેને કહ્યું કે, હું અત્યાર સુધી જે કંઈપણ શીખ્યો છું મારો જે પણ અનુભવ છે, તે હું તેને જણાવી શકું છુ. પણ આ સફરમાંથી જાતે જ પસાર થવું પડશે. જો તમે માત્ર ગ્લેમર તરફ આકર્ષિત થાવ છો તો તમે દુખી થઈ શકો છો. મહિકા આ વાત ખૂબ જ સારી રીતે સમજે છે.’
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ