બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / ભારત / પતિના 'બાળકના બાપ' પર સવાલ ઉઠાવવા, આડાસંબંધોના ખોટા આરોપ ક્રૂરતા- HCનો ચુકાદો

ન્યાયિક / પતિના 'બાળકના બાપ' પર સવાલ ઉઠાવવા, આડાસંબંધોના ખોટા આરોપ ક્રૂરતા- HCનો ચુકાદો

Last Updated: 09:48 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે બાળકના પિતૃત્વને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું જણાવ્યું કે પિતા દ્વારા બાળકના બાપ પર તથા પત્ની સામે લગ્નેતર સંબંધોના પાયાવિહોણા આરોપો લગાવવા માનસિક ક્રૂરતા સમાન છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની ડિવિઝન બેંચે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને કહ્યું હતું કે આ પ્રકારના આરોપો ચારિત્ર્ય, સન્માન અને પ્રતિષ્ઠા પર ગંભીર હુમલો છે અને તે ક્રૂરતાનું સૌથી ખરાબ સ્વરૂપ છે. આવા પાયાવિહોણા દાવાઓ માનસિક પીડાનું કારણ બને છે. ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજીને ફગાવી દેવાના ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખતા અપીલને ફગાવી દીધી હતી.

વધુ વાંચો : જામનગરનો પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, સીમકાર્ડથી પાડ્યો મોટો ખેલ, ગુજરાત ATSએ ઝડપ્યો

હાઈકોર્ટે અરજદારને કેમ ન આપ્યાં છૂટાછેડા

ખંડપીઠે જણાવ્યું હતું કે, "ફેમિલી જજે યોગ્ય રીતે જણાવ્યું હતું કે લગ્નેતર વ્યક્તિ સાથે અભદ્રતાના ઘૃણાસ્પદ આક્ષેપો કરવા અને લગ્નેતર સંબંધોના આરોપો મૂકવા એ પતિ-પત્નીના ચારિત્ર્ય, સન્માન, પ્રતિષ્ઠા, દરજ્જા તેમજ માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર હુમલો છે." પતિ-પત્ની પર લગાવવામાં આવેલા બેવફાના આવા નિંદાકારક, પાયાવિહોણા આક્ષેપો અને બાળકોને પણ નહીં છોડે, તે અપમાન અને ક્રૂરતાનું સૌથી ખરાબ સ્વરૂપ હશે, જે અરજદારને છૂટાછેડા મેળવવાથી વંચિત રાખવા માટે પૂરતું છે. આ એક એવો કેસ છે જ્યાં અરજદારે પોતે ભૂલ કરી છે અને તેને છૂટાછેડા ન મળી શકે.

શું હતો કેસ

પતિએ દલીલ કરી હતી કે તે સપ્ટેમ્બર 2004માં મહિલાને મળ્યો હતો અને બીજા વર્ષે લગ્ન કરી લીધા હતા. જ્યારે તે નશામાં હતો ત્યારે તેની સાથે સંબંધ બાંધ્યાં હતા અને ત્યાર બાદ મહિલાએ તેને લગ્ન માટે દબાણ કર્યું હતું અને બાદમાં તેને કહ્યું હતું કે તે ગર્ભવતી છે. પતિએ એવો આક્ષેપ કર્યો હતે કે પત્નીએ આત્મહત્યા કરવાની ધમકી આપી હતી અને અનેક પુરુષો સાથે તેના ગેરકાયદેસર સંબંધો હતા. આ મામલે વિચાર કર્યા બાદ કોર્ટે પતિના આરોપોને ફગાવી દીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ