બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આજે સાબરકાંઠા, મહીસાગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં માવઠું પડે તેવી શક્યતા, જાણો શું કહે છે આગાહી
Last Updated: 08:55 AM, 13 May 2024
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે છે. અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠું પડવાની શક્યતા છે. અરવલ્લી, ખેડા, અમરેલી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. ગીર સોમનાથ, દીવ, મહીસાગરમાં વરસાદ પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નર્મદા જીલ્લાનાં ડેડીયાવાડાનાં અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાનની આગાહી મુજબ નર્મદામાં વરસાદ પડ્યો હતો. સરીબાર, કોકમ અનો મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડાંગ જીલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાપુતારા, શામગહાન સહિત આસપાસનાં વિસ્તારોમાં બરફનાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બરફનાં કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાક નિષ્ફળ થવાની ખેડૂતોને ભીંતિ છે. સાપુતારા ખાતે ફરવા આવેલા પ્રવાસીઓ વાતાવરણ પલટાથી ખુશ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યારે તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી, સઘન ચેકિંગ

તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.