બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી, સઘન ચેકિંગ

BIG NEWS / અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી, સઘન ચેકિંગ

Last Updated: 09:36 PM, 12 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ દ્વારા એરપોર્ટની તપાસ હાથ ધરાઈ છે.

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા ઈ-મેઈલથી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ધમકીના પગલે તમામ મુસાફરોનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે.

સઘન તપાસ હાથ ધરાઈ

અત્રે જણાવીએ કે, ધમકીનો મેસેજ મળતાં જ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ દ્વારા એરપોર્ટની તપાસ હાથ ધરાઈ છે. તપાસમાં અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. સ્કૂલ બોમ્બ ધમકીનો ઇ-મેઇલ આઇડી હતો જેને મળતો જ ઈ-મેઈલ આવ્યો છે.

વાંચવા જેવું: પદ્મિનીબા અને પી.ટી. જાડેજાના આક્ષેપ બાદ સંયોજક રમજુભાએ કર્યો બચાવ, જાણો સમગ્ર ઘટનાક્રમ

બપોરના સમયે અજાણ્યો ઇ-મેઇલ આવ્યો હતો

પાપ્ત વિગતો મુજબ બપોરના સમયે એક અજાણ્યો ઇ-મેઇલ આવ્યો હતો. જેના મારફતે ધમકી મળી છે. જે બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી છે. આપને જણાવીએ કે, અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે મુદ્દે પોલીસે કાર્યવાહી પણ કરી હતી

સંકળાયેલા મુદ્દાઓ

Bomb threat Ahmedabad Airport Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ