બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સીજી રોડ પર નવી પેડિસ્ટ્રિયન પુશ બટન સિસ્ટમને માત્ર 9 દિવસમાં નુકસાન

ગુજરાત / અમદાવાદના સીજી રોડ પર નવી પેડિસ્ટ્રિયન પુશ બટન સિસ્ટમને માત્ર 9 દિવસમાં નુકસાન

Nidhi Panchal

Last Updated: 01:49 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને સ્માર્ટ અને આધુનિક શહેર બનાવવાના પ્રયાસો વચ્ચે એક ચિંતાજનક ઘટના સામે આવી છે. સીજી રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે તાજેતરમાં શરૂ કરાયેલી પુશ બટન પેડિસ્ટ્રિયન ક્રોસિંગ સિસ્ટમને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છ

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકો માટે રોડ ક્રોસ કરવો પણ જોખમભર્યો બની ગયો છે. રાહદારીઓ ઘણી વખત જીવના જોખમે રસ્તો પાર કરતા હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સીજી રોડ ઉપર 15 જૂનના રોજ પેડિસ્ટ્રિયન પુશ બટન ક્રોસિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. આ સિસ્ટમનો હેતુ રાહદારીઓને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરવામાં મદદરૂપ થવાનો હતો.

push-button

ગેટ નંબર 4થી કોબા સર્કલ સુધી કાર્યરત

સચિવાલય ગેટ નંબર 4થી કોબા સર્કલ સુધી કાર્યરત પેલીકન ક્રોસિંગ સિસ્ટમની જેમ જ આ આધુનિક સિસ્ટમ સીજી રોડના મ્યુનિસિપલ માર્કેટ નજીક પણ સ્થાપિત કરવામાં આવી હતી. સિસ્ટમ શરૂ થયાને હજુ ફક્ત 9 દિવસ જ થયા હતા ત્યારે કોઈ અસામાજિક તત્વોએ પુશ બટન સિસ્ટમના બંને બાજુના ગ્લાસ તોડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ

આ ઘટનાને લઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે એક તરફ અમદાવાદમાં વિદેશી શહેરોની જેમ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો આવા વિકાસકાર્યોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવા કૃત્યોનું નુકસાન આખરે સામાન્ય જનતાને જ ભોગવવું પડે છે, તેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ ગ્લાસનો ઉપયોગ

AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ આ સિસ્ટમમાં સામાન્ય કાચ નહીં પરંતુ હેવી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રકારનો ગ્લાસ સામાન્ય દબાણ, અથડામણ અથવા હાથથી મારેલા મુક્કાથી સરળતાથી તૂટી શકે તેમ નથી. અધિકારીઓનું માનવું છે કે કોઈએ જાણીજોઈને તીક્ષણ હથિયાર અથવા અન્ય મજબૂત વસ્તુ વડે આ ગ્લાસ તોડ્યો હોઈ શકે છે.

સિસ્ટમના મેન્યુફેક્ચરર મિત શુક્લાએ જણાવ્યું

આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. સિસ્ટમના મેન્યુફેક્ચરર મિત શુક્લાએ જણાવ્યું હતું કે આ ગ્લાસ સામાન્ય અથડામણથી તૂટી શકે તેમ નથી અને પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે કોઈએ ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો : અમરેલીમાં સિંહણનો વધુ એક હુમલો, દાદા સાથે જતાં 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ

AMC તંત્ર દ્વારા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આરોપીઓ સુધી પોલીસ પહોંચે છે કે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સિસ્ટમની સુરક્ષામાં કયા પ્રકારના ફેરફારો કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. જાહેર સુવિધાઓ અને શહેરના વિકાસને જાળવી રાખવા માટે નાગરિકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ હોવાનું આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Push Button System CG Road AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ