બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / VIDEO: ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે થતી સમસ્યાની ફરિયાદ સીધા રેલવે અધિકારીઓ કરો
Last Updated: 12:14 PM, 13 May 2024
જો તમને પૂછવામાં આવે કે તમે ભારતીય રેલ્વે વિશે શું વિચારો છો અને તમારી પાસે કેટલી ફરિયાદો છે? શક્ય છે કે તમારી પાસે અનેક પ્રકારની ફરિયાદો હશે અને કેમ ન હોય ભારતીય રેલ્વે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે અને દરરોજ અનેક પ્રકારની ઘટનાઓ અહીં બને છે, પરંતુ જો હું તમને એમ કહું કે તમારી આ ફરિયાદો સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે ભારતીય રેલ્વે તૈયાર છે અને આ માટે તમે જ્યારે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો એ સમયે મોબાઇલમાં એક ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
ADVERTISEMENT
આ એપ છે Rail Madad જે ખાસ ટ્રેમાં મુસાફરી કરતાં લોકોની ફરિયાદો સાંભળવા અને તેના નિરાકરણ માટે લોન્ચ કરવામાં આવી છે. ભારતીય રેલ્વેની આ એપ ઘણા પ્રકારના કામ કરે છે અને તેની મદદથી તમે પળવારમાં ફરિયાદ નોંધાવી શકો છો અને ટૂંક સમયમાં જ તે ફરિયાદનું તમને સમાધાન પણ મળી જાય છે. ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે તમારા કોચમાં સફાઇને લગતી સમસ્યા હોય કે ભોજન સંબંધિત સમસ્યા , મેડિકલ ઈમરજન્સી હોય કે સુરક્ષા સંબંધિત કોઈ પણ ફરિયાદ તમે Rail Madadમાં કરી શકો છો.
ADVERTISEMENT
ટ્રેનમાં મુસાફરી કરતાં સમયે થતી સમસ્યાની ફરિયાદ સીધા રેલવે અધિકારીઓ કરો | VTV News Plus #IndianRailway #TrainTips #RailMadad #Howto #TechTips pic.twitter.com/xdwtSI5N33
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 12, 2024
આ પછી એક કમ્પ્લેઇન્ટ રજિસ્ટર આઈડી આવશે જેની મદદથી તમે તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો અને જાણી શકો છો કે તેના પર કેટલું કામ થયું છે. સાથે જ કમ્પ્લેઇન્ટ આઈડી પણ તરત જ સંબંધિત વિભાગની ઓફિસમાં મોકલવામાં આવશે જેથી તમારી ફરિયાદ સરળતાથી ઉકેલી શકાય. ધારો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, અને તમારો કમ્પાર્ટમેન્ટ ચોખ્કો નથી .. તો એક પોટો પાડો અને આ એપમાં અપલોડ કરીને ફરિયાદ નોંધાવી દો. બસ થોડાક સમયમાં રેલવેની ટીમ આવી ડબ્બો સાફ કરી દેશે.
આ સિવાય તમારી ફોનમાં જો ઈન્ટરનેટ નથી ચાલી રહ્યું તો ભારતીય રેલવેના હેલ્પલાઇન નંબર 139 પર ફરિયાદ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.